Friday, September 17, 2021
Homeવલસાડ : સગીરાની છેલ્લા 6 મહિનાથી છેડતી કરી રહેલા શખ્સને પોલીસે દબોચ્યો
Array

વલસાડ : સગીરાની છેલ્લા 6 મહિનાથી છેડતી કરી રહેલા શખ્સને પોલીસે દબોચ્યો

વલસાડ શહેરના કોસંબા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં રહેતી સગીરાને ઉત્તરાયણના દિવસથી રહેતો પરણિત યુવક કનડગત કરતો હતો. મંગળવારે રાત્રે યુવક સગીરાને કનડગત કરતા સગીરાએ હિંમત કરીને તેના પિતાને જાણ કરતા પિતાએ સીટી પોલીસની મદદ મેળવી પરિણીત યુવકને પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપીનો કબ્જો મેળવી અગલનની તપાસ હાથ ધરી હતી.

વલસાડ કોસંબા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં શિક્ષિત પરિવારની 16 વર્ષીય સગીરાને નજીકના વિસ્તારમાં રહેતો પરણિત યુવક ઉતારાયણ પર્વથી સગીરાને કનડગત કરતો હતો. સગીરાને એટલી હદ સુધી કનડગત કરતો હતો કે સગીરા ઘરની બહાર જતા ગભરાતી હતી. મંગળવારે રાત્રે કોઈ કામ અર્થે સગીરા બહાર ગઈ હતી. જ્યાં પરણિત યુવકે સગીરાનો પીછો કરી છેડતી કરી કનડગત કરતા સગીરા ઘરે રડતારડતા પરત આવી ગઈ હતી.

સગીરાએ હિંમત કરીને તેના પિતાને સંપૂર્ણ હકીકત જણાવતા સગીરાના પિતાએ તાત્કાલિક સીટી પોલીસનો સંપર્ક કરી સગીરાને કનડગત કરતા પરણિત યુવક સામે ફરિયાદ કરી હતી. પોલીસે સગીરાને કનડગત કરતા યુવકને ઝડપી સગીરાના પિતાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments