Wednesday, September 22, 2021
Homeવલસાડ : સગીરાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર યુવક ઝડપાયો
Array

વલસાડ : સગીરાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર યુવક ઝડપાયો

સુરતઃ વલસાડ ગ્રીનપાર્ક પાસે રહેતું એક ગરીબ પરિવારની 11 વર્ષીય સગીરા ધો.7માં અભ્યાસ કરે છે. તે સગીરાને ડેરા ફળિયામાં રહેતો 27 વર્ષીય હાર્દિક નાયકાએ સગીરાને મારીનાખવાની ધમકી આપી વાડીમાં લઈજઈને સગીરા ઉપર દુષ્ટકર્મ ગુજાર્યું હતું. સગીરાની માતા ઘટના સ્થળ ઉપર આવી પહોંચતા મામલો સીટી પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. સગીરાની માતાની ફરિયાદ દાખલ કરી સીટી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

માતાએ શોધખોળ હાથ ધરી હતી

વલસાડના ગ્રીનપાર્ક વિસ્તારમાં રહેતું એક ગરીબ પરિવારની 11 વર્ષની સગીરા વર્ષા (નામ બદલ્યું છે) ધો.7માં અભ્યાસ કરે છે. શનિવારે બપોરે સ્કૂલેથી ઘરે પરત ફરી ત્યારે તેની માતા ઘરકામ કરવા ગઈ હતી. અને પિતા મજૂરીકામ કરવા ગયા હતા. વર્ષાના ઘર બહાર ડેરા ફળિયામાં રહેતો હાર્દિક નાયકા સાઇકલ લઈને ઘર પાસે આવ્યો હતો અને વર્ષાને તેની સાથે આવવા જણાવ્યું હતું. નહીં આવે તો વર્ષાને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વર્ષા તેની પાછળ ગઈ હતી. નજીકના વિસ્તારમાં ઘરકામ કરતી માતાએ હાર્દિકને વર્ષા સાથે જતા જોયા હતા. વર્ષાની માતાને હાર્દિક ઉપર શંકા જતા જલ્દીથી ઘરકામ પતાવી ઘરે પરત આવી વર્ષાને શોધી રહી હતી. ગ્રીનપાર્ક પાસે આવેલી આરઝુ બેકરી પાછળ આવેલી વાડીની ઝાડીમાં વર્ષા ઉપર હાર્દિકે દુષ્કર્મ ગુજારી ચુક્યો હતો.

અગાઉ પણ ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું

હાર્દિકને વર્ષાની માતાએ ઝડપી પાડ્યો હતો. વર્ષાની માતાએ બુમાબુમ કરતા હાર્દિક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. વર્ષાને તેની માતાએ પૂછતાં તેને હાર્દિકે મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું. અને અગાઉ પણ એક વખત હાર્દિકે તેનું ઘર તોડાવી નાખવાની ધમકી આપીને આ જ વાડીની ઝાડીમાં તેની સાથે દુષ્કર્મ કરેલું હોવાનું વર્ષાએ માતાને જણાવ્યું હતું. વર્ષાના પિતા મજૂરીકામ કરી પરત આવતા તેની સાથે વાત કરી સીટી પોલીસ મથકે વર્ષાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. રવિવારે આરોપીને ઝડપી પાળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મેડિકલ પરિક્ષણ કરાવવામાં આવ્યું

દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ વર્ષાની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. સિટી પોલીસ દ્વારા વર્ષાનું મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. વલસાડ સીટી પોલીસ દ્વારા આરોપી હાર્દિકની પ્રાથમિક પૂછપરછ બાદ આજે રવિવારે ધરપકડ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments