વલસાડ : પરસ્ત્રી સાથે સબંધ રાખવાનું કાકડ કોપર ગામના યુવાનને ભારે પડ્યું

0
6

આશિકને મારનો પ્રેમ : વલસાડના પારડી તાલુકાના ચીવલ દાદરી ફળિયામાં યુવાનને અર્ધ નગ્ન હાલતમાં બાંધી મરાયો ઢોર માર

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચીવલ દાદરી ફળિયામાં રહેતી બે સંતાનની માતા અને કાકડ કોપર બારી ફળિયામાં રહેતો મુકેશભાઈ સુરેશભાઈ વચ્ચે આંખ મળી ગઈ હતી. જોકે બંન્ને પ્રેમી પંખીડાઓએ કરેલ મિલનનો વાયદો નિભાવવા આજ રોજ સવારે બાલચોંઢી ગામ ખાતે પોહચ્યાં હતા. જે અંગેની જાણ મહિલાના પતિ મંગુભાઈ રમેશભાઈને થતાં તેઓએ વોચ ગોઠવી બંન્ને પ્રેમી પંખીડાઓને રાસલીલા કરતાં ઝડપી લીધા હતા. જોકે બંન્ને પ્રેમી પંખીડાઓએ મંગુભાઈ રમેશભાઈને જોઈ હોંશ ઉડી ગયા હતા.

ગુસ્સે ભરાયેલા મહિલાના પતિ મંગુભાઈ રમેશભાઈએ બંન્ને પ્રેમી પંખીડાઓને પોતાના ઘરે ચીવલ દાદરી ફળિયા ખાતે લાવી બાંધી ઢોર માર માર્યો હતો, જોકે ત્યારબાદ 108 મારફતે મહિલાને નાનાપોંઢાની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. નોંધનીય છે કે, કાકડ કોપર ગામે બારી ફળિયામાં રહેતા મુકેશભાઈ સુરેશભાઈના અર્ધ નગ્ન હાલતના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

 

રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWSવલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here