વલસાડ : પારિવારિક ઝગડામા સુખદ સમાધાન કરાવતી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ

0
2

પારિવારિક ઝગડામા સુખદ સમાધાન કરાવતી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ

વલસાડમાંથી એક યુવતી એ અભયમ 181મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવેલ કે, તેઓ પિયરમા રહે છે. તેમના પિતા અવાર-નવાર ઝગડો કરી અપશબ્દો બોલે છે. જેમાં મદદ કરવા જણાવતા અભયમ રેસ્ક્યુ ટીમ વલસાડ તેમના ઘરે જઈ પરિવારનું અસરકારક કાઉન્સિંલીંગ કરી પારિવારિક કલહની જગ્યાએ શાંતિ સ્થપાય તેમ સમજાવવામાં સફળતા મળી હતી.

મળતી માહિતી મુજબ વીણાબેનને સાસરીમા તેમના પતિ સાથે વિખવાદ થતા છેલ્લા પાંચ મહિનાથી પિયરમા છે. જેથી તેમના પિતાને ગમતું નથી અને અપશબંદો બોલી અપમાનિત કરે છે, અને ઝગડો કરે છે. જેથી તેઓએ મદદ માટે અભયમમા કોલ કાર્યો હતો.

અભયમ ટીમે પિતાને સમજાવેલ કે દીકરીની આવી વિષમ પરિસ્થિતિમા તેની લાગણી દુભાય તેવું વર્તન ના કરશો. તેમના સાસરીમા સંપર્ક કરી સમાધાન થાય તેવી પ્રયત્ન કરવા જોઈએ. આ માટે અભયમની જરૂર હોય તો અમો સહાયરૂપ બનીશુ. વીણાબેનને પણ પતિ સાથે અનુકૂળ થવા માર્ગદર્શન આપેલ તેમના મમ્મી અને ભાઈને પણ પરિવારમા શાંતિ જળવાઈ રહે તેમ એકબીજાને અનુકૂળ થવા સંમત કર્યા હતા. વીણાબેનના પિતાએ પોતાની ભૂલ કબૂલી હતી, અને હવે પછી પરિવારમા વિખવાદ નહીં થાય તેની ખાત્રી આપી હતી.

 

રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWSવલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here