દમણ નગરપાલિકાના કોર્પોરેટર સલીમ મેમણ સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. મુંબઈની એક મહિલાએ સલીમ મેમણ અને તેના સાગરિતો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી, બ્લેકમેલિંગ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે.મુંબઈમાં કેટરિંગનો વ્યવસાય કરતી અને દમણમાં કેટરીંગના ઓર્ડર પર આ મહિલા આવી હતી. આ દરમિયાન મહિલાની સલીમ મેમણ સાથે મુલાકાત થઈ હતી. સલીમ મેમણ પાસેથી મહિલાએ 50 હજાર રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા.
જો કે રૂપિયા આપ્યા બાદ સલીમે ધાક-ધમકી અને પઠાણી ઉઘરાણી કરવાની શરૂઆત કરી હતી. સલીમ મેમણે પૈસા આપવા મહિલાને મુંબઈથી વાપી બોલાવી હતી. પોતાના બંગલામાં મહિલાને હથિયાર બતાવીને ધમકી આપી હતી. આ દરમિયાન તેના સાગરીતો સાથે સલિમ મેમણે દુષ્કર્મ આચર્યું હોવાની મહિલાએ ફરિયાદ કરી છે.
અત્યાર સુધી સલીમ મેમણ સામે બે ફરિયાદો નોંધાઈ ચુકી છે. હાલ સલીમ મેમણ વલસાડ SOGના કબજામાં રિમાન્ડ પર છે. મુંબઇમાં પોતાનો કેટરીંગનો વ્યવસાય કરતી મહિલાએ દમણ નગરપાલિકાના કોર્પોરેટ સલીમ મેમણ અને તેના સાગરિતો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ આક્ષેપ કર્યો છે કે સલીમ મેમણે વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરી, બ્લેકમેલિંગ કરવાની ધમકીઓ આપી દૂષ્કર્મ આચર્યું. મુંબઇની મહિલાએ દમણ નગરપાલિકાના કોર્પોરેટ સલીમ મેમણ પાસેથી 50 હજાર રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતી.
જો કે ત્યારબાદ સલીમ મેમણે ધાક-ધમકી અને પઠાણી ઉધરાણીની શરૂઆત કરી હોવાનું મહિલાએ જણાવ્યું. દમણ નગરપાલિકાના કોર્પોરેટ એવા સલીમ મેમણે પૈસા આપવા મહિલાને મુંબઇથી પોતાના બંગલે વાપી બોલાવી હતી. આ દરમિયાન સલિમ મેમણે અને તેના સાગરિતોએ દુષ્કર્મ આચર્યું હોવાની મહિલાએ ફરિયાદ કરી છે.