- Advertisement -
વલસાડ ના સ્થાનિક પત્રકાર દ્વારા દાદીયા ફળિયા માં આવેલ તળાવ ના ધોવાણ ને લઈને એક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જે બાબત ની અદાવત રાખી ભાગડાવાડા ના માજી સરપંચ ધર્મેશ પટેલ અને તેના સાગરીતો એ પત્રકાર ના ઘરે જઈ પત્રકાર અને તેમની પત્ની બાળક ને ધિક્કા મુક્કી નો માર માર્યો હતો જેને લઈને સ્થાનિક પત્રકારો માં રોષ જોવા મળ્યો હતો અને પત્રકાર ઉપર ના હુમલા ને વખોડી કાઢ્યો હતો જેને લઈને પત્રકારો દ્વારા રેલી યોજી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર પાઠવી સખત કાર્યવાહી ની માંગ કરવામાં આવી હતી જેને કારણે વલસાડ પોલીસ દ્વારા 2 આરોપી સહિત મુખ્ય આરોપી એવા માજી સરપંચ ધર્મેશ પટેલ ને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસ ની કામગીરી ને કારણે ગામ માં દિવાળી નો માહોલ જોવા મળ્યો હતો આ માથાભારે એવા માજી સરપંચ ને ગામ માં સ્થળ તપાસ માટે પોલીસ દ્વારા લઈ જવામાં આવતા ભાઈ બનવા નીકળેલ ભાઈ ની ભવાઈ પોલીસ દ્વારા કાઢી નાખવામાં આવી હતી… સમગ્ર ઘટના માં પોલીસ ની કામગીરી ને પત્રકારો સહિત ગામ લોકો એ પણ બિરદાવી હતી…
રિપોર્ટર : કાર્તિક બાવિશી, CN24NEWS, વલસાડ