વલસાડ ના લેખક ધનસુખ પારેખનું પુસ્તક “ગમતાની કરીએ ઉજવણી” પ્રકાશિત 

0
35
લેખક અને કવિ ધનસુખ પારેખ બાળ કાવ્યો માટે જાણિતા છે, અગાઉ તેમના 15 બાળ કાવ્ય સંગ્રહ પ્રકટ થઇ ચૂક્યા છે.
 
વલસાડના કવિ અને લેખક ધનસુખભાઇ પારેખે લોકડાઉન દરમિયાન તેમનો લેખસંગ્રહનું એક ‘પુસ્તક ગમતાની કરીએ ઉજવણી’ પ્રકાશિત કર્યું છે. લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સીંગના કારણે આ પુસ્તકનું વિમોચન થઇ શક્યું ન હતુ. બાળકાવ્ય સંગ્રહ માટે જાણીતા ધનસુખભાઇનો આ પ્રથમ લેખ સંગ્રહ છે. જેમાં તેમણે 12 લેખો લખ્યા છે.
લેખકના આ પુસ્તકમાં કુદરત સાથે જીવવાની અને સામાજીક જીવનના અનેક તાણાવાણાં ઘડી લેવાયા છે. તેમના 12 લેખ સમાજ અને જીવનના અનેક પાસાઓને આવરી લેનારા અને પ્રેરણા દાયક જણાઇ રહ્યા છે.
વલસાડના કવિ ધનસુખભાઇ પારેખના બાળકાવ્ય સંગ્રહના 15 પુસ્તક અત્યારસુધીમાં પ્રકાશિત થઇ ચૂક્યા છે. તેમના બાળકાવ્ય સંગ્રહ પાંદડે પોટયાં પતંગિયા અને ચોકલેટનો ડુંગર પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરષ્કાર પણ મળ્યો છે.
લેખક ધનસુખભાઇએ બાળકાવ્યો ઉપરાંત હાસ્ય ટહુકા માટે પણ જાણિતા છે. તેમના બે હાઇકુ સંગ્રહ પણ પ્રકાશિત થયા છે. તેમજ તેમનું પુસ્તક ‘મારે પણ એક દિકરી હોય’ પુસ્તકનો ડો. રજનિકાંત જોષી દ્વારા હિન્દીમાં અનુવાદ પણ કરાયો છે. કમ્પ્યુટર અને ટીવીના સતત આક્રમણ સામે પુસ્તકનું વાંચન ઘણું ઓછું થઇ ગયું છે. ત્યારે તેમણે લાંબા લેખોને છોડી લઘુ લેખો લખી ટુકાણમાં જીવનનો હાર્દ સમજાવવા આ પુસ્તક લોકડાઉન દરમિયાન લખ્યું છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here