Saturday, September 18, 2021
Homeવલસાડ : ધર્માંતરણ પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માંગ
Array

વલસાડ : ધર્માંતરણ પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માંગ

વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકમાં બારીયા પરિવારના 6 સભ્યોએ ધર્માતરણ કર્યું હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થવાની ઘટનાને લઈને બારી-બારીયા સમાજના અગ્રણીઓ મેદાનમાં ઉતર્યા છે. સમાજના અગ્રણીઓએ વચ્ચે પડીને ધર વાપસી કરવા જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. મંગળવારે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવીને ઉમરગામ સહિત વલસાડ જિલ્લામાં ધર્માંતરણ પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માંગ કરી છે.

વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રહેતા આદિવાસીઓને ભરમાવી ધર્મપરિવર્તન કરવા પ્રેરિત કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામા આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઉમરગામ પંથકમાંથી 40થી વધુ પરિવારોનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. જેને લઈને બારી-બારીયા સમાજના અગ્રણીઓ ધર્માતરીત થયેલા 40 પરિવારો પૈકી 12 પરિવારોને ઘર વાપસી કરાવવામા સફળતા મળી છે. તાજેતરમાં બારી-બારીયા સમાજના એક પરિવારને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કર્યા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેને જઈને બારી,બારીયા સમાજના અગ્રણીઓએ તે પરિવારને સમજાવી જાગૃત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

સમાજના ગરીબ લોકોને લોભ લાલચ આપીને ધર્માંતરણ પ્રવૃત્તિ માટે પ્રેરિત કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સમાજના અગ્રણીઓએ મંગળવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. આવેદનપત્રમાં ધર્મપરિવર્તન કરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments