વલસાડ જિલ્લા LCB એ 2 ચોરોને પકડી પાડયા , પારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં આરોપીઓ ઝડપાયા

0
13
LCB PI ડી.ટી.ગામીત ના માર્ગદર્શનથી PSI જી.આઈ.રાઠોડ, PSI સી.એચ.પનારા, ASI રૂપસીંગ નંદરીયા, ASI મીંયામહમદ શેખ, વિજય શાલીગ્રામ, સપ્નીલભાઈ, મહેન્દ્રદાન ગઢવી ની ટીમને સફળતા.
વલસાડ એલસીબી પોલીસે પારડી દમણી ઝાપા નજીકથી દોઢ માસ અગાવ પારડીમાં એક બંગલામાં થયેલી ચોરીમાં સંડોવાયેલા બે ઇસમોને ઝડપી પારડી પોલીસને સોંપ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એલસીબી પીએસઆઇ રાઠોડ અને તેમની ટીમને બાતમી મળી હતી કે દોઢ માસ અગાવ પારડી તુલસી હોટલ નજીકના બંગલામાં થયેલી ચોરીમાં સંડોવાયેલા બે ઈસમો પારડી દમણી ઝાપા હાઇવે ઓવરબ્રિજ નીચે ભેગા થનાર છે. તેવી માહિતી મળતા વોચ ગોઠવી સુનિલ જીતેન્દ્ર યાદવ રહે. દમણી ઝાપા, જોગમરડી, તા.પારડી મૂળ રહે.યુ.પી.અને ધર્મેન્દ્ર નંદ કિશોર શર્મા રહે.પારડી ભેંસલાપાડા,સાઈ દર્શન હોલની સામે પરિયા રોડ,પારડી ને ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી વિદેશી ચલણ ના અલગ અલગ દરના સિક્કા ,મોબાઈલ ફોન, જુદા જુદા બેકના ડેબિટ કાર્ડ મળી કુલ રૂ.6000નો મુદ્દામાલ મળી આવતા બંને ઇસમોને તાબામાં લઈ પારડી પોલિસને સોંપ્યો હતો.તેમની વધુ પૂછપરછ કરતા પારડી પોલિસ મથકમાં ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયો હોય જે ગુનો પણ ડિટેકટ થયો છે.વધુ તપાસ પારડી પોલિસ કરી રહી છે.
રિપોર્ટર :કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ