Friday, August 6, 2021
Homeબેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત વલસાડ જિલ્લા ટાસ્‍કફોર્સ કમિટિની બેઠક મળી.
Array

બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત વલસાડ જિલ્લા ટાસ્‍કફોર્સ કમિટિની બેઠક મળી.

વલસાડ : બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની માર્ગદર્શિકા અનુસાર યોજનાના અસરકારક અમલીકરણ તેમજ યોજનાની સમીક્ષા કરવા જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલની અધ્‍યક્ષતામાં જિલ્લા ટાસ્‍કફોર્સ કમિટિની બેઠક કલેકટર કચેરી ખાતે મળી હતી.
બેઠકને સંબોધતા કલેકટર શ્રી રાવલે જણાવ્‍યું હતું કે, બાળકીના જન્‍મનું પ્રમાણ ઓછું છે, એવા વિસ્‍તારમાં વધુને વધુ જન જાગૃતિ થાય તે ખૂબ જરૂરી છે. લોકોના ઘર સુધી સંદેશો પહોંચે તેવી પ્રવૃત્તિ કરવા તેમજ સરકારી હોસ્‍પિટલમાં બાળકીનો જન્‍મ થાય તો વાજતે ગાજતે તેને ઘર સુધી પહોંચાડવાની સાથે બેબી કીટ આપી બેટી વધાવોની ઉજવણી પણ કરવામાં આવે તે પ્રકારની વ્‍યવસ્‍થા કરવા, કુંટુબમાં માત્ર દીકરી જ હોય તેમના આઇકોનિક પોગ્રામ કરાવવા જેવી બાબતો ઉપર ભાર મૂકવા તેમજ વાર્ષિક પ્‍લાન કમિટિ સભ્‍યોના સુચનો આવકારી તે મુજબ તૈયાર કરવા જણાવ્‍યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી શૈલેષ કણજારીયાએ ગત બેઠકની નોંધ તેમજ થયેલ કામગીરીથી વિદિત કરી નવા વર્ષના એકશન પ્‍લાન તૈયાર કરવા બાબતોથી વાકેફ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી શર્મા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments