Saturday, September 25, 2021
Homeવલસાડ : 50 ફૂટ ઉંડા કુવામા પડેલ શ્વાનને ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું
Array

વલસાડ : 50 ફૂટ ઉંડા કુવામા પડેલ શ્વાનને ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું

ધરમપુર શહેરના કાનજી ફળિયાંમાં આવેલા કુવામાં સ્ટ્રીટ ડોગ પડી ગયું હતું. જેની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ તુરત ધરમપુર નગરપાલિકાની ફાયરની ટીમને જાણ કરતા નગરપાલિકાની ફાયરની ટીમ કાનજી ફળિયાં પહોંચી હતી. જ્યાં 50 ફૂટ ઉંડા કુવા પડેલ શ્વાનને ફાયરની ટીમે રેસ્ક્યુ હતું.

વલસાડ તાલુકાના ધરમપુરમાં કાનજી ફળિયામાં આવેલા કૂવામાં સ્થાનિક સ્ટ્રીટ ડોગ પડી ગયું હતું. 50 ફૂટ ઊંડા કુવામાંથી સ્ટ્રીટ ડોગનો ભસવાનો લગાતાર અવાજ આવતા સ્થાનિક લોકો જોવા પહોંચ્યાં હતા. સ્થાનિક લોકોએ 50 ફૂટ ઊંડા કૂવામાં પડેલા સ્ટ્રીટ ડોગને બચાવવા માટે ધરમપુર નગર પાલિકાના ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરી હતી.

રેસ્ક્યુ કરવા દોરડાનો ઉપયોગ કરવામાં આવ્યો

ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા 50 ફૂટના ઊંડા કૂવામાં પાણીમાં પડેલા સ્ટ્રીટ ડોગને બહાર રેસ્ક્યુ કરવા દોરડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર ફાઈટરની ટીમે દોરડુ મોકલી કૂતરાને રેસ્ક્યુ કર્યું હતું. કુતરાના કમરના ભાગે દોરડું બાંધીને 50 ફૂટ ઊંડા કુવામાંથી કૂતરાને બહાર કાઢવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments