દેશનાં ભાવિ ભવિષ્યને ગટરમાં ઉતારતી ઉનાઈ ગ્રામ પંચાયત, ભુલકાઓ પાસે કામ કરાવતા જરા પણ શરમ નથી આવતી આવા નરાધમોને.. 

0
11
દેશનાં ભાવિ ભવિષ્ય ને ગટર માં ઉતારતી ઉનાઈ ગ્રામ પંચાયત, ભુલકાઓ પાસે કામ કરાવતા જરા પણ શરમ નથી આવતી  આવા નરાધમોને.
ઉનાઈમાં પ્રિમોન્સૂન કામગીરીરૂપે  બાળ મજૂરો ને સેફટી સાધનો વગર ગટર સાફ કરાવવા માટે ઉતારાયા તંત્ર કાર્યવાહી ક્યારે કરશો
બાળક એ દેશ નું ભવિષ્ય છે  અને આદિકાળથી બાળકોને ભગવાન નું રૂપ માનવામાં આવે છે. પરંતુ આજનાં સમયમાં ગરીબ બાળકોની સ્થિતી સારી નથી .જયા એક બાજુ બાળકોને આપડે ભગવાન નું રૂપ માનીએ છીએ તો બીજી બાજુ પોતાના સ્વાર્થ માટે બાળ મજૂરી કરાવવા માં પણ ઘણા લોકો પીછેહઠ નથી કરતા .બાળ મજૂરી એ સામાજીક દૂષણો માનુ એક ગંભીર પ્રકારનું  દૂષણ  છે .બાળપણ જીવનનો  સુંદર અને અદભુત સમય ગાળો હોઈ છે તો આ તરફ ઉનાઈ ગ્રામ પંચાયત ની અવળી કામગીરી નજરે પડી રહી છે જેમા ઉનાઈ ગ્રામ  પંચાયત ની ઘોર બેદરકારી સામે આવી છે મળતી માહિતી મુજબ ઉનાઈ પંથકમાં પ્રિમોન્સૂન કામગીરીનો ભાર બાળમજૂરો ઉપર નાખવામાં આવીયો અને  બાળમજૂરો પાસે સફાઇ કરાવી એ પણ સેફ્ટી નાં સાધનો વગરજ હેન્ડ ગ્લોઝ કેં માસ્ક વિના જ આ બાળમજદૂરોને  ગટર સાફ કરાવવા માટે  ઉતારાયા હતા.
શું બાળકો ને કોઈ ચેપ નથી લાગતો ? આવી ઉનાઈ ગ્રામ પંચાયતની  બેદરકારી રૂપી કામગીરી થી જો બાળકોનાં સ્વાસ્થને હાની થાઈ તો જવાબદાર કોણ ?
ભારત દેશ માં બાળ મજૂરી મનાઈ અને નિયમન ધારો ૧૯૮૬ નો આ કાયદો ૧૪ વર્ષથી નીચેના બાળકોને ૧૩ વ્યવસાયમાં અને ૫૭ પ્રક્રિયાઓ કે જે બાળકોના જીવન અને આરોગ્ય માટે જોખમરૂપ છે તેમાં બાળકોની રોજગારીની મનાઈ કરે છે.જેનુ સરેઆમ ઉલ્લંઘન ઉનાઈ ગ્રામ પંચાયતે કરીયુ છે .
બાળ મજૂરી એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે અને ઉનાઈ ગ્રામ પંચાયતે માનવ અધિકારનું હનન કરવામાં કાઇ બાકી નથી રાખીયુ જે આ ફોટો માં જોઈ શકાય છે બાળ મજૂરીથી બાળકો ને બચાવવાની જવાબદારી દેશ નાં દરેક નાગરીકો ની હોઈ છે જ્યારે સરપંચ એ  લોકો દ્વારા ચૂટાયેલ ગ્રામનો પ્રથમ નાગરીક અને જવાબદાર વ્યક્તિ હોઈ જેની પ્રાથમીક જવાબદારી આવા દૂષણો ને દૂર કરવાની હોઈ છે ત્યારે  આવા કેહવાતા જવાબદાર વ્યક્તિ આવા દૂષણો ને પ્રોત્સાહિત કરે એ કેમ ચાલે ? હવે આગળની પ્રિમોન્સુન કામગીરી માં આવી બેદરકારી નહી કરવામાં આવે અને આવા બાળકો ને ગ્રામ પંચાયત આર્થિક સહાય કરીને મદદ રૂપ થાઈ એવી લોકમાંગ ઉઠી રહી છે લોકો કહે છે આવા નરાધમ તત્વો સામે તંત્ર લાલઆંખ કરી કાર્યવાહી કરે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here