વલસાડ – આવતીકાલથી હોટલ અને રેસ્ટોરન્ટ શરૂ થશે, ગ્રાહકોના નામ મોબાઈલ નંબર લખવાના રહેશે

0
12
શહેરના હોટલ સંચાલકો સાથે પાલિકાની બેઠક મળી
  • રેસ્ટોરન્ટમાં પાર્સલ સેવા પર વધારે ભાર મુકવાનો રહશે
  • હોટલમાં 6 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ખાસ સૂચના
શહેરના હોટલ સંચાલકો સાથે પાલિકાની બેઠક મળી

સીએન 24,ગુજરાત

વલસાડશહેરમાં આવતીકાલથી હોટલ અને રેસ્ટોરન્ટ શરૂ કરવા પરવાનગી આપવામાં આવી છે. શહેરના હોટલ સંચાલકો સાથે પાલિકાની બેઠક મળી હતી. જેમાં હોટલ સંચાલકોને હોટલ શરૂ કરવા અને કોરોના સામે રક્ષણ માટે પાલિકા દ્વારા હોટલ સંચાલકોને સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં હોટલ કે રેસ્ટોરેન્ટ સંચાલકે ગ્રાહકોના નામ મોબાઈલ નંબર લખવાના રહેશે.

ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં ન આવવા સૂચના
શહેરની હોટલ સંચાલકોએ હોટલ કે રેસ્ટોરન્ટમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સૂચના આપવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાં જમવા આવતા લોકોને 50% લોકોની સીટીંગ એરેન્જમેન્ટ સાથે પરવાનગી આપવામાં આવી છે. તમામ હોટલ રેસ્ટોરન્ટમાં સ્ક્રીનીંગ કરીને ગ્રાહકોને હોટલમાં પ્રવેશ આપવામાં આવશે. પાર્સલ સેવા માટે એક ટેબલ પર પાર્સલ મૂકીને ગ્રાહકોને આપવું જોઈએ. ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં ન આવવા સૂચના આપવામાં આવી છે. હોટલમાં 6 ફૂટનું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા ખાસ સૂચના આપવામાં આવી છે.

હોટલ સાંજે કેટલા વાગ્યા સુધી ખુલ્લી રહેશે હજુ કોઈ સૂચના આવી નથી
ગ્રાહકોએ હોટલમાં પ્રવેશતા પહેલા તેમનું નામ અને મોબાઈલ નંબર હોટલના રજીસ્ટરમાં નોંધવાની રહેશે હોટલમાં ડિઝીટલ પ્રેમેન્ટનો આગ્રહ રાખવો અનુરોધ કર્યો છે. હોટલ સાંજે કેટલા વાગ્યા સુધી ખુલ્લી રહેશે હજુ કોઈ સૂચના આવી નથી. સૂચના આવ્યા બાદ હોટલ સંચાલકોને જણાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here