Friday, September 17, 2021
Homeવલસાડ : પત્નીની મહેનતના પૈલા લઇને ભાગેલા પતિએ રેલવે બ્રિજ પરથી કુદકો...
Array

વલસાડ : પત્નીની મહેનતના પૈલા લઇને ભાગેલા પતિએ રેલવે બ્રિજ પરથી કુદકો માર્યો

વલસાડમાં પત્નીએ જ પતિ પર ચોરીના આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધાવ્યાની ધટના સામે આવી છે. શહેરના RPF ગ્રાઉન્ડ પાસે રહેતો યુવક તેની પત્નીએ જમા કરેલા રૂ.10 હજાર લઈને ભાગ્યો હતો. યુવકે પકડાઈ જવાની બીકે રેલવે કોરિડોરના બ્રિજ ઉપરથી ઝંપલાવ્યું હતું. જોકે, બ્રિજ નીચે માટીના ઢગલા ઉપર પડતા યુવકનો જીવ બચ્યો હતો. સ્થાનિક લોકોએ 108ની મદદ વડે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જ્યારે યુવકની પત્નીએ સિવિલ હોસ્પિટલમાં પતિ ઉપર ચોરીના આક્ષેપ લગાવ્યા હતા.

વલસાડ RPF મેદાન સામે રહેતો વિદ્યાનંદ ઇન્દ્રશાહ વશિયર ખાતે માટલાનો છૂટક વેપાર કરતી પત્નીએ જમા કરેલા રૂપિયા 10 હજાર લઈને ભાગવા જતા તેની પત્નીએ વિદ્યાનંદને પકડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાનંદે પકડાઈ જવાની બીકે રેલવે RPF ગ્રાઉન્ડ પાસે રેલવે કોરિડોરના નવા બ્રિજ પરથી છલાંગ લગાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન બ્રિજ નીચે પડેલા માટીના ઢગલા ઉપર વિદ્યાનંદ પટકાતા વિદ્યાનંદનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ મૂઢમાર લાગવાથી અને ઇન્ટર્નલ ઇજાઓ થવાથી ઉઠી શકે તેમ નહોતો.

સ્થાનિક લોકોએ 108ની ટીમની મદદ વડે ઈજા ગ્રસ્ત વિદ્યાનંદને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં વિદ્યાનંદની પત્નીએ માટલા વેચી બચાવેલા રૂપિયા ચોરી કરી ભાગી રહ્યો હોવાના આક્ષેપ વિદ્યાનંદ પર લગાવ્યા હતા. પતિ પાસેથી મળી આવેલા રૂપિયા તેની પત્નીને સિવિલ હોસ્પિટલે સોંપ્યા હતા. બનાવ અંગે વલસાડ સિટી પોલીસને જાણ થતા સિટી પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments