વલસાડ : દરિયામાં કંચન જહાજ ફસાઈ જતા તેનું રેસ્ક્યુ કરાયું

0
2

મુંબઈના ભારતીય કોસ્ટગાર્ડના મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (એમઆરસીસી)ના કંટ્રોલ રૂમ ઉપર એ ડી.જી.કોમ.એમ.એમ. સેન્ટર પાસેથી 21 જુલાઇની બપોરે એમ.વી. કંચન નામનું જહાજ ઉમરગામ, ગુજરાતના 12 ભારતીય ક્રૂ સાથે સવારમાં ફસાયં હતું. જેનું કોસ્ટગાર્ડની ટીમે રેસ્ક્યું કર્યું છે.

21 જુલાઇની બપોરે એમ.વી. કંચન નામનું જહાજ ઉમરગામ, ગુજરાતના 12 ભારતીય ક્રૂ સાથે ફસાયેલા હોવાની જાણકારી મળી હતી, જહાજનવ એન્જિનમાં ક્ષતિ આવતા એન્જીન ખોટકાયું હતું. દરિયામાં ભારે પવન અને ભરતીની લહેરોમાં કંચન નામની જહાજ ફસાઈ ગયું હતું.

જહાજ ફસાઇ જતાં જહાજના માલિકે કોસગાર્ડની ટીમની મદદ લઈને 12 ક્રુ મેમ્બરને સુરક્ષિત કાઢવા મદદ માંગી હતી. જેમાં કોસ્ટગાર્ડની ટીમે તાત્કાલિક કંચન જહાજ પાસે પહોંચી 172 ક્રુ મેમ્બરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે ગુરૂવારે સવારે નારગોલના માલવણ બીચ નજીક 2 લાઈફ બોટ મળી આવી છે. તેનો મેરિન પોલીસે કબ્જો મેળવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here