વલસાડ : ધારાસભ્ય ભરત પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, પીપીઈ કીટ પહેરી કોવિડ વોર્ડમાં પહોંચ્યા હતા

0
0

વલસાડના ધારાસભ્ય ભરત પટેલે આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય પીપીઈ કીટ પહેરી કોવિડ વોર્ડમાં પહોંચ્યા હતા અને કોવિડ દર્દીઓ પાસેથી જાતમાહિતી મેળવી હતી.

મહત્વનું છે કે, હાલ વલસાડની કોવિડ વોર્ડના ICUના તમામ બેડ ફૂલ થઈ ચૂક્યા છે. કોરોના જનરલ વોર્ડમાં પણ ઓક્સિજનની ડિમાન્ડ ધરાવતા તમામ દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો અવેલેબલ હોવાનો દાવો કરાયો છે. જ્યારે કોરોના વોર્ડમાં ઓક્સિજન અને વેન્ટીલેટરની ડિમાન્ડ ધરાવતા દર્દીઓના બેડ હાલ સિવિલ હોસ્પિટલમાં ખાલી નથી.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં 400 બેડની મંજૂરી સાથે કોવિડ વોર્ડમાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી ન હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. ઓક્સિજન અને વેન્ટીલેટરના તમામ બેડ ફૂલ થઈ ચૂક્યા છે. નવા દર્દીઓને દાખલ કરવા માટે દર્દી ડિસ્ચાર્જ થાય તેની રાહ જોવી પડી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ગઈકાલ સુધીના તમામ મૃતકોની અંતિમ ક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ મંગળવારે મૃત્યુ પામેલા દર્દીનોની બોડી PM રૂમ સુધી લઈ જવાની કામગીરી કરવામાં આવશે. વલસાડના વહીવટી તંત્ર દ્વારા ઇજનેરી કોલેજમાં ફક્ત ઓક્સિજનની ડિમાન્ડ ધરાવતા દર્દીઓ માટે કોવિડ હોસ્પિયલ તૈયાર કરવા જઈ રહ્યા છે. શરૂઆત 50 બેડની હોસ્પિટલથી કરવામાં આવશે. 300 બેડની હોસ્પિટલની મંજૂરી આપવામાં આવી છે.

વલસાડ જિલ્લાના તમામ વેપારીઓ, ઉદ્યોગ પતિઓ, બિલ્ડરો, સામાજિક સંસ્થાઓ અને કેમિસ્ટ.એસોસિયેશનની સહિત અનેક સંસ્થાઓના સાહિયોગથી ઇજનેરી કોલેજમાં ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ દ્વારા દર્દીઓને પૂરતી સારવાર આપવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here