Saturday, September 25, 2021
Homeવલસાડ પોલીસે દમણના બૂટલેગર રમેશ માઇકલનું ગોડાઉન સીઝ કર્યું
Array

વલસાડ પોલીસે દમણના બૂટલેગર રમેશ માઇકલનું ગોડાઉન સીઝ કર્યું

વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ મથકે પકડાયેલા એક દારૂના કેસમાં રમેશ માઈકલનું નામ ખુલતા વલસાડ પોલીસે દમણ ભીમપોર ખાતે આવેલા રમેશ માઈકલના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડ પોલીસને લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક દમણ એક્સાઇઝની ટીમને જાણ કરી દમણ ભીમપોર ગોડાઉનમાં લાખો રૂપિયા દારૂના જથ્થાની એક્સાઇઝ ચોરી થતા અટકાવી દારૂના જથ્થા સાથે ગોડાઉન સિઝ કર્યું હતું. વલસાડ પોલીસે દમણમાં જઈને લિસ્ટેડ બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

વલસાડ જિલ્લા પોલીસે દમણથી વલસાડ જિલ્લામાં આવતા તમામ મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકીંગ હાથ ફર્યું હતું. જેમાં એક બરફ લઈને જતી પિયાગો રિક્ષામાંથી 25 હજારના દારૂના જથ્થા સાથે રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. વલસાડ પોલીસે આરોપીની પૂછપરછ કરતા દમણના લિસ્ટેડ બુટલેગર રમેશ માઈકલનું નામ ખુલ્યું હતું. જેથી વલસાડ વાપી ટાઉન પોલીસ PSI GV ગોહિલે આરોપીને સાથે રાખીને દમણના ભીમપોર ખાતે માઈકલના ગોડાઉન ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 668 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

વલસાડ પોલીસે એક્સાઇઝ ઓફિસમાં અધિકારીઓને જાણ કરી ચેક કરતા એક્સાઇઝ બિલ મળ્યા ન હતા. જેથી એક્સાઇઝ વિભાગના અધિકારીઓએ રમેશ માઈકલના ગોડાઉનમાં લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે ગોડાઉન સિઝ કર્યું હતું. વલસાડ પોલીસે દમણ એક્સાઇઝની ટીમે સાથે ઓપરેશન હાથ ધરીને લાખો રૂપિયાની એક્સાઇઝ ચોરી અટકાવી હતી. વલસાડ પોલીસે દમણમાં કામગીરી હાથ ધરતા દમણના લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments