વલસાડ : 22 જુનના રોજ સવારે રેલવે ઓવરબ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવશે

0
0

વલસાડ રેલવે ઓવરબ્રિજ ખાતે કોરિડોરની કામગીરીને નડતર રૂપ બ્રિજનો ભાગ તોડી નવી ટેકનોલોજીના ઉપયોગ વડે ટનલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વલસાડ ખાતે DFCC(IL) કંપની દ્વારા હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટ્રેન માટે ફ્રેમ ટનલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેની માટે 20 દિવસમાં વલસાડ રેલવે ઓવરબ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો. 22 જુનના રોજ સવારે રેલવે ઓવરબ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવશે.

વલસાડ રેલવે વિભાગ દ્વારા 2જૂનથી 21 જૂન દરમિયાન રેલવે કોરિડોરની કામગીરી હાથ ધરવા માટે જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને રેલવે ઓવરબ્રિજ ખાતે વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો હતો. રેલવે ના ઇજનેરો અને DFCC(IL) દ્વારા હાઈટેક ટેકનોલોજી દ્વારા રેલવે ઓવરબ્રિજ ખાતે કોરિડોરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેલવે વિભાગ દ્વારા 20 દિવસ માટે RPF રેલવે બ્રિજ બંધ કરીને કોરિડોરની નડતર રૂપ ભાગ દુર કરી ટનલ ફ્રેમ બેસાડવાની કામગીરી 4.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી.

રેલવે વિભાગ દ્વારા રેલવે કોરિડોરમાં હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોરિડોરની ટનલ ફ્રેમ બનાવવામાં આવી હતી. જુના રેલવે ઓવરબ્રિજ ખાતે રેલવે કોરિડોરની ટનલ ફ્રેમ બનાવી ફિટ કર્યા બાદ જુના ઓવરબ્રિજની ઉચાઈમાં 300થી 400mmનો વધારો થયો છે. રેલવે ટનલ ફ્રેમ દેશમાં પ્રથમ વખત કામગીરી DFCC(IL) દ્વારા કરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ ટનલ ઉપર પ્રેવર બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જાહેરનામમાં દર્શાવ્યા મુજબ સમયસર રેલવે ઓવરબ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવશે. તેમ રેલવે વિભાગના ઇજનેરે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here