વલસાડ : માતા પિતાની છત્ર ગુમાવનાર બાળકીઓને સલવાવ સ્વામિનારાયણ સ્કૂલ ધો.12 સુધી વિનામૂલ્યે ભણાવશે

0
1

વલસાડ જિલ્લામાં કોરોના મહામારીમાં જે દીકરીઓએ કોરોનામાં પોતાના માતા પિતાનું છત્ર ગુમાવ્યું છે. તેવી નિરાધાર દીકરીઓને સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ ધોરણ-5થી 12 ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ, સીબીએસસી બોર્ડમાં હોસ્ટેલ સુવિધા સહિત સંપૂર્ણ મફત શિક્ષણ આપવાનો નિર્ણય શાળા સંચાલક મંડળે કર્યો છે.

શિક્ષણ સાથે સમાજ સેવાને વરેલી એવી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવના ટ્રસ્ટી કપિલ સ્વામીજીના જણાવ્યા પ્રમાણે પ્રવર્તમાન સમયમાં કોરોના મહામારીને કારણે અનેક સામાજિક પ્રશ્નો ઉભા થયા છે. અને તે પૈકી એક શિક્ષણનો પ્રશ્ન પણ મોટો છે. સમાજનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાનું દાયિત્વ સમાજને છે. અને આવા શૈક્ષણિક દાયિત્વને નિભાવવા અને કન્યા કેળવણીના મહત્વને ધ્યાનમાં રાખી સામાજિક સેવા માટે અગ્રેસર સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ દ્વારા આ કોરોના મહામારી થકી જે દીકરીઓના માતા-પિતાનું અવસાન થયું છે. તેવી દીકરીઓને હોસ્ટેલ, ભોજન, પુસ્તક સહિત સંપૂર્ણ સુવિધા સાથે મફત શિક્ષણ આપવામાં આવશે.

પ્રવેશ ધોરણ 5 અને તેથી ઉપર ધોરણ 12 સુધીના કોઈપણ વર્ગમાં તેમજ ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને સીબીએસસી જે પેટર્નમાં પ્રવેશ યોગ્ય હશે. તે પેટર્નમાં પ્રવેશ આપવામાં આવશે. આવી દીકરીઓના સંબધી, વાલીઓએ સંસ્થાના સંસ્થાનો સંપર્ક કરીને જરૂરી પુરાવા આપીને વિદ્યાર્થીનીઓનો શાળા પ્રવેશ માટે સમયસર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા સંસ્થાના ટ્રસ્ટી કપિલ સ્વામીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here