સુરતઃ વાપીથી મિત્ર સાથે મોટર સાઇકલ ઉપર પરત આવતા અતુલ પાવર હાઉસ નજીક હાઇવે ઉપર ટ્રેનિંગમાં મોટર સાઇકલ સ્લીપ થતા મોટર સાઇકલ ચાલકે હેલ્મેટ પહેરેલ ન હોવાથી મોટર સાઇકલ સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.
માથાના ભાગે અને પગમાં ગંભીર ઈજાઓ થઇ
વલસાડ અબ્રામા પોલીસ હેડકવાર્ટર રોડ ઉપર રહેતા અને મુંબઈ RPFના જવાન તરીકે ફરજ બજાવતા કૈલાસચંદ્ર પ્રસાદીલાલ બૈરવા નો 23 વર્ષીય દીકરો નિતેશ બૈરવા તેના મિત્ર નીતિન સાથે શુક્રવારે વાપી મુકામે કામ અર્થે મોટર સાઇકલ ન GJ-15-DC-4995 ગયા હતા. વાપીથી કામ પતાવી સાંજે 19:30 કલાકે વાપીથી વલસાડ ઘરે આવવા નીકળ્યા હતા. જે દરમિયાન અતુલ પાવર હાઉસ પાસે ટ્રેનિંગ ઉપર મોટર સાઇકલ સ્લીપ થતા મો.સા ચાલક નિતેશ બૈરવાને માથાના ભાગે અને પગમાં ગંભીર ઈજાઓ થઇ હતી. નિતેશ પટેલનું ઘટના સ્થળ ઉપર કમકમાટી ભયું મોત નીપજ્યું હતું. નિતેશને તાત્કાલિક ખાનગી વાહનમાં વલસાડ અમિત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અમિત હોસ્પિટલ ખાતે હાજર તબીબે નિતેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મોટર સાઇકલ સ્લીપ થતા નિતેશ સાથે નીતિનને પણ ઈજાઓ થઇ હતી નીતિન ને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
હેલ્મેટ પહેરેલ ન હોવાથી યુવાને જીવ ગુમાવ્યો
વાપી કામ પતાવી મિત્ર સાથે પરત આવી રહેલ નિતેશ બૈરવાની મોટર સાઇકલ સ્લીપ થવાથી નિતેશને ગંભીર ઈજાઓ થઇ હતી. નિતેશે હેલ્મેટ પહેરેલ હોતે તો માથામાં ભાગે ગંભીર ઇજાઓમાં તેનો બચાવ થયો હોતે અને આજે તેનો જીવ સલામત હોતે તેમ ઘટના સ્થળ ઉપર લોકો ચર્ચા કરી રહ્યા હતા.