વલસાડ થર્ટી ફર્સ્ટની ઉજવણી : જિલ્લામાં 18 ચેકપોસ્ટ પર પોલીસનું ચેકિંગ, 1560 નશાખોર ઝડપાયા

0
0

સંઘપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર સાથે જોડાયેલા વલસાડ જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી કરી પ્રવેશતા લોકોને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. જિલ્લાની 18ની ચેકપોસ્ટ પર 1560 લોકો પર પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં વલસાડ ડિવિઝનમાં 619 અને વાપી ડિવિઝનમાં 941 નશાખોર ઝડપાયા હતા.

સંઘપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરથી જોડાયેલા વલસાડ જિલ્લામાં પોલીસે 31 ડિસેમ્બરની ઉજવણી કરી નશામાં આવનારાઓને પકડવા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જિલ્લાની 18 ચેકપોસ્ટ ઉપર 50 બ્રેથ એનેલાઇઝર મશીન સાથે ખડકી સ્ટાફને ખડકી દેવાયો હતો. સ્ટાફ દ્વારા મોડી રાત સુધી 1560 લોકોને નશાની હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા હતાં. આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં આવતા વાહન ચાલકોને અને પીધેલાઓને ઝડપી પાડવા ઠેરઠેર ચેકિંગ હાથ ધર્યું હતું. વલસાડ પોલીસની કોવિડની ગાઈડ લાઈન વચ્ચે પોલીસની ટીમે બ્રેથ એનલાઈઝર મશીન વડે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં મોટા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં થર્ટી ફર્સ્ટની પોલીસ ડ્રાઈવ દરમિયાન નશાખોર ઝડપાયા હતા.

વલસાડ જિલ્લામાં ક્યાં કટેલા પીધેલા ઝડપાયા

સ્થળ નશાખોર
વલસાડ શહેર 143
વલસાડ ગ્રામ્ય 82
ડુંગરી 66
પારડી 274
ધરમપુર 54
કપરાડા 45
નાના પોંઢા 50
ડુંગરા 201
વાપી GIDC 159
વાપી ટાઉન 258
ભીલાડ 108
ઉમરગામ 93
મરીન 27

 

આમ કુલ 1560 કેસ કરવામાં આવ્યા હતા. આ તમામ ઝડપી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ભાડે રાખવામાં આવેલા મેરેજ હોલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મેડકિલ ટેસ્ટ અને કોવીડ 19 ટેસ્ટ કરાયા બાદ તેમને જામીન પર મુક્ત કરવાંમાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here