વલસાડ : તીથલ બીચ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

0
0
વિશ્વ પર્યાવરણ દિવસ ના અવસર પર આજરોજ જેસીઆઈ પરિવાર વલસાડ , મેવાડ જૈન યુવક પરિષદ,  તેરાપંથ યુવક પરિષદ વલસાડ  અને પ્રમુખ સાનિધ્ય પરિવાર અબ્રામા ના સંયુક્ત ઉપક્રમે તીથલ બીચ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત 500 થી પણ વધુ ખજુરડી ના બીજ રોપવા નો ધ્યેય પૂર્ણ કરવામાં આવ્યો હતો. ખજુરડીના વૃક્ષો ને વધુ માવજત ની જરૂર હોતી નથી અને દીર્ધાયુ પણ હોય છે. કોઈ પણ પ્રકારના તુફાન અને મોસમમાં પણ આ વૃક્ષો અડીખમ ઉભા રહે એટલા મજબૂત હોય છે. ચોમાસું શરુ થતા ની સાથે જ આ કાર્યક્રમ રાખવાથી  સફળતા મળવાની શક્યતા વધું  રેહશે. લલિત ગુગલીયા અને રાકેશભાઈ પટેલ તીથલ, આનંદ દક તેમજ વિવિધ સંસ્થાઓ ના 25 જેટલા સભ્યો સાથે આ સંપુર્ણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here