Friday, September 17, 2021
Homeવલસાડ : વ્યવસાયકારો માટે રસીકરણ હાથ ધરાયું, 65 કેન્દ્રો પર 9000 ડોઝ...
Array

વલસાડ : વ્યવસાયકારો માટે રસીકરણ હાથ ધરાયું, 65 કેન્દ્રો પર 9000 ડોઝ ફાળવવામા આવ્યા

વલસાડ જિલ્લાના વ્યવસાયકારોને 31 જુલાઈ પહેલા રસીનો પ્રથમ ડોઝ લઈ લેવા જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી. 31 જુલાઈ બાદ રસી ન લીધેલા વ્યવસાયકારો સામે કડક કાર્યવાહી કરવાં સૂચના આપી હતી. જેને લઈને 25 જુલાઈના રોજ વલસાડ આરોગ્ય વિભાગે જિલ્લાના 65 રસીકરણ કેન્દ્રો ઉપર ફક્ત લારી ગલ્લા વ્યવસાયકારો માટે 9000 ડોઝ ફાળવી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 100% રસીકરણના લક્ષ્યાંક સાથે રસીકરણ ઝુંબેશ હાથ ધરી છે. જિલ્લા કલેક્ટરે 31 જુલાઈ સુધીમાં તમામ વેપારીઓ અને કર્મચારીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવી લેવા સૂચના આપવામાં આવી હતી. 31 જુલાઈ બાદ રસી લીધા વગર વેપારીઓને વેપાર ધંધો બંધ કરાવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. જેને લઈને જિલ્લાના વેપારીઓને 100% રસીકરણ કરવા આરોગ્ય વિભાગે જિલ્લાના 65 રસીકરણ કેન્દ્રો ઉપર 25 જુલાઈના રોજ રસિકરણ ઝુંબેશ હાથ ધરી છે.

વલસાડના શ્રી પાર્ટી પ્લોર્ટ ખાતે વલસાડ શહેર અને આજુબાજુના હોટલ સંચાલકો અને તેના સ્ટાફ માટે રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તારમાં હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા હોટલ સંચાલકો અને તેના કર્મચારીઓ માટે રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. લોકોએ ઉત્સાહ ભેર રસીકરણ જુમ્બેશમાં જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments