- Advertisement -
વલસાડના કુસુમ વિધાલયમાં ધોરણ 10ની પરીક્ષા આપવા આવેલો સેલવાસનો ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતો રંગેહાથ ઝડપાયો છે. વિદ્યાર્થીની સાઇન કરતી વખતે પરીક્ષાખંડના નીરિક્ષકે ઝડપી લીધો હતો. પોલીસે શાળાની શિક્ષિકાની ફરિયાદ લઈ આરોપી ડમી વિદ્યાર્થીની અટકાયત કરી તપાસની કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ ડમી વિદ્યાર્થી સેલવાસનો પ્રવાસી શિક્ષક હોવાનું બહાર આવ્યું છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ