Sunday, April 27, 2025
HomeગુજરાતBHAVNAGAR : રેલવે વર્કશોપના કર્મીના આપઘાત મામલે તોડફોડ, 5 સામે FIR

BHAVNAGAR : રેલવે વર્કશોપના કર્મીના આપઘાત મામલે તોડફોડ, 5 સામે FIR

- Advertisement -
:ભાવનગર પરા રેલવે સ્ટેશન પર રેલવે વર્કશોપમાં કામ કરતા કર્મચારીએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધા બાદ રોષે ભરાયેલા રેલ્વેના યુનીયનના કર્મચારીઓએ ભાવનગર પરા સ્ટેશન પાસે આવેલ  ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયરની ઓફિસમાં લગાવેલ બાયોમેટ્રિક સાધનોની તોડફોડ કરી રૂ.૫ લાખનું નુંકસાન કર્યાંની પોલીસ ફરિયાદ ૫ રેલવે કર્મચારીઓ વિરુદ્ધ નોંધાઈ છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૨૦મી માર્ચ ૨૦૨૫ના રોજ રેલવે વર્કશોપમાં કામ કરતા રેલવે કર્મચારી ઘનશ્યામભાઈ ચૌહાણે ભાવનગર પરા સ્ટેશન પર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા કર્મચારીઓ ટોળે વળ્યા હતા. આપઘાત કરનાર કર્મચારીએ પોતાના કંટ્રોલિંગ ઓફિસર દીનાનાથ વર્માના કામ અંગેના ભારણથી કંટાળી જઈ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરીને અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે ભાવનગર પરા રેલવે સ્ટેશન પાસે આવેલ ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયરની કચેરી ખાતે આફિસર સૌરભકુમાર રાજસિંઘને રેલ્વેના યુનીયનના કર્મચારીઓ ઉગ્ર રજૂઆતો કરી હતી અને ત્યારબાદ રેલવે કર્મચારી યુનિયન દ્વારા ધરણાં અને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. કર્મચારીના આપઘાતના પગલે રોષે ભરાયેલા રેલવે યુનીયનના કર્મચારીઓએ ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયરની ઓફિસમાં લગાવેલા બાયોમેટ્રિક સાધનોમાં તોડફોડ કરી રૂ.૫ લાખનું નુકસાન કર્યું હતું. આ બનાવ સંદર્ભે ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયર દ્વારા ઓફિસ તેમજ ઓફિસની બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં તપાસ કરાવતા રેલવે કર્મચારીઓ ઓમ પ્રકાશ જાટ, મયુરસિંહ ગોહિલ, રાકેશ પટણી, અનુજકુમાર દ્વારા તેમના યુનિયન લીડર રામરાજ મીનાના કહેવાથી તોડફોડ કરી હોવાનું ખુલ્યું હતું. આથી, રેલવેના ડેપ્યુટી ચિફ મિકેનિકલ એન્જિનિયર સૌરભકુમાર રાજસિંઘ છોટારામ સિંઘએ સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં તેમની ઓફિસમાં લગાવેલ બાયોમેટ્રિક સાધનોની તોડફોડ કરી રૂપિયા પાંચ લાખનું નુકસાન કર્યાં અંગેની ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular