અમદાવાદ : ગોતાની વંદેમાતરમ્ સિટીએ 400 કોવિડ વોલન્ટિયર્સ બનાવી 100 સોસાયટી સંપૂર્ણપણે લોક કરી દીધી

0
6

અમદાવાદ. ગોતા ખાતેના વંદેમારતમ્ સિટીમાં રહેતા એક પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે, જ્યારે તેમના પત્નીમાં પણ કોરોનાના લક્ષણો દેખાયા છે, જેથી આ દંપતીના પરિવારના અન્ય 3 સભ્યોને હોમ ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. જોકે  આ ઘટનાથી સ્થાનિક રહીશોએ લૉકડાઉનનો કડક અમલ કરાવવા સોલા પોલીસની મદદ લીધી છે. જેના ભાગરૂપે સોલા પોલીસે વંદેમારતમમાં આવેલી 100 સોસાયટીઓમાં 400 કોવિડ વોલન્ટિયર્સ તૈયાર કર્યા છે. આ વોલન્ટિયર્સે પોલીસની સાથે મળીને વંદે માતરમ વિસ્તારની 100 સોસાયટીઓ સંપૂર્ણ લોક કરી દીધી છે. 100 સોસાયટીઓની આસપાસના મુખ્ય રસ્તા બંધ કરી દઈ ફેરિયાઓ સહિતનાના પ્રવેશવા ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. માત્ર બે રસ્તા ખુલ્લા રખાયા છે.

ઝૂમ એપ્લિકેશનથી 100 સોસાયટીના આગેવાનો સાથે મિટિંગ કરી

ગોતા વંદેમારતમ્ શ્રીનાથ એવન્યુમાં રહેતા દંપતીને કોરોનાના લક્ષણો જણાતા તેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા છે. આ વાતની ગંભીરતાથી શ્રીનાથ એવન્યુની આસપાસમાં આવેલી વંદે વંદેમારતમ્ વિસ્તારની 100 સોસાયટીના આગેવાનોએ સોલા પોલીસનો સંપર્ક કરતા સોલા પીઆઈ જે.પી.જાડેજાએ ઝૂમ એપ્લિકેશનથી 100 સોસાયટીના આગેવાનો સાથે મિટિંગ કરી દરેક સોસાયટીમાંથી 4 કોવિડ વોલન્ટિયર્સની નિમણૂક કરી છે.

સોસાયટીના દરેક ઘરમાંથી દિવસમાં એક જ વખત એક જ વ્યક્તિ બહાર નીકળે

આ 400 વોલન્ટિયર્સ સોસાયટીમાંથી બહાર જતા-આવતા દરેક વ્યક્તિ ઉપર નજર રાખશે તેમજ એન્ટ્રી એક્ઝિટ રજિસ્ટર મેન્ટેઈન કરશે. સોસાયટીના દરેક ઘરમાંથી દિવસમાં 1 જ વખત 1 જ વ્યક્તિ બહાર નીકળે તેનું  નક્કી કરાયું છે. આ કાયદાનો કડક અમલ કરાવે છે. આ વોલન્ટિયર્સની મદદથી પોલીસે આ વિસ્તારની 100 સોસાયટીઓની ફરતે તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે.

લૉકડાઉન થયું ત્યારથી ઘરમાં હતા

કિરણભાઇ અને નીરુબહેન પૈકી કિરણભાઇ તો લોક ડાઉન થયું ત્યારથી ઘરની બહાર જ નીકળ્યા નથી. જ્યારે નીરુબહેન શાકભાજી લેવા માટે ઘરની બહાર જતા હતા ત્યારે તેમને કોરોનાનો ચેપ લાગ્યાની શંકા છે. તેમનો ચેપ તેમના પતિને લાગ્યો હોવાનું મનાય છે.

બહારથી આવનારા પર પ્રતિબંધ

100 સોસાયટીમાં શાકભાજી-ફ્રૂટની લારી નહીં પ્રવેશવા દેવાનો નિર્ણય લીધો છે. કરિયાણાની દુકાન તેમજ ડેરી સવારે 9 થી 12 અને સાંજે 4થી 7 સોશિયલ ડિસ્ટન્સ સાથે ખુલ્લી રાખવાનું નક્કી કરાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here