વાણી કપૂર અને આયુષ્યમાન ને આ ફિલ્મમાં સાથે

0
7

બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની નવી ફિલ્મ અંગે સમાચાર આવ્યા છે. તે ટૂંક સમયમાં દિગ્દર્શક અભિષેક કપૂરની ફિલ્મમાં જોવા મળશે. સમાચારો અનુસાર આ ફિલ્મમાં અભિનેત્રી વાની કપૂર તેની સાથે જોવા મળશે. આયુષ્માન ફિલ્મમાં એક ‘ક્રોસ-ફંક્શનલ એથ્લેટ’ તરીકે દેખાવા જઇ રહ્યો છે અને આ માટે તે હવે જીમમાં ભારે પરસેવો પાડવા માટે તૈયાર થઈ ગયો છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મ ઉત્તર ભારત આધારિત પ્રેમ કથા હશે. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે.

આ ફિલ્મના નામની ઘોષણા હજી કરવામાં આવી નથી. આ પહેલીવાર છે જ્યારે વાની કપૂર અને આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે. ફિલ્મ અંગે ટવીટ કરીને આયુષ્માન ખુરના અને વાણી કપૂરને ફિલ્મમાં કાસ્ટ કરવાનું જાહેર કર્યું છે.

તરણ આદર્શે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, વાની કપૂર આયુષ્માન ખુરનાની સાથે દિગ્દર્શક અભિષેક કપૂરની આગામી ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના નામની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી. આ ફિલ્મ ઉત્તર ભારત પર આધારિત એક લવ સ્ટોરી હશે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના એથ્લેટની ભૂમિકા નિભાવતા જોવા મળશે. જેનું શૂટિંગ ઓક્ટોબર 2020 માં શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here