Monday, February 10, 2025
Homeવાંસદા : રિક્ષા ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી ગઈ, દંપતિ ઈજાગ્રસ્ત થયું
Array

વાંસદા : રિક્ષા ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી ગઈ, દંપતિ ઈજાગ્રસ્ત થયું

- Advertisement -

સુરતઃ વાંસદા બીનોર ત્રણ રસ્તા નજીક ઓટો રીક્ષા રોડ ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી જતા ખેડૂત દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 108 અનાવલ લોકેશનની એમ્બ્યુલન્સમાં સારવાર માટે વાંસદા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હેવી વ્હીકલની લાઈટથી રિક્ષા પરથી કાબુ ગુમાવ્યો

મળતી માહિતી પ્રમાણે, સુરેશ કુસવાહ (ઉ.વ. 50, રહે ઉનાઈ નાતા ફળિયું) પત્ની મમતા સાથે વાંસદાના અજવાળા (શાકભાજી માર્કેટ) માં શાકભાજી વેચી પોતાની રિક્ષામાં ઘર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન મોડી રાત્રે બીનોર ગામ નજીક સામેથી આવતી હેવી વ્હીકલની લાઈટને કારણે સુરેશભાઈએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી રીક્ષા રોડ ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. જેમાં પતિ પત્ની ઈજાગ્રસ્ત થયા હતા.108ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. અને વાંસદા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ પતિ-પત્ની સારવાર હેઠળ છે.

108ના કર્મચારીની રૂપિયા ભરેલી બેગ પરત કરી

વાંસદા હોસ્પિટલમાં બન્નેને છોડી પરત ફરતા 108ના કર્મચારીઓને ગાડીમાંથી એક થેલી મળી હતી. થેલીમાં રોકડ રૂપિયા 13800 અને મંગળસૂત્ર તેમજ એક મોબાઈલ હતો. EMT મહેન્દ્ર અને પાઇલોટ કિરણભાઈએ દર્દી સુરેશભાઈને હોસ્પિટલમાં જઇ પૂછપરછ કરતા મુદ્દામાલ તેમનો હોવાનું બહાર આવ્યું હતું. રોકડ રૂપિયા ભરેલી થેલી સુરેશભાઈના પરિવારને સોંપી 108 એમ્બ્યુલન્સ લોકેશન અનાવલ પરત ફરી હતી. 108ના સુપર વાઇઝરને જાણ કરતા બન્ને કર્મચારીઓને અભિનંદન અપાયા હતા. અકસ્માતગ્રસ્તના પરિવારે પણ બન્ને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી 108ની કામગીરીના વખાણ કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular