સુરત : વેપારીઓની પાંખી હાજરી વચ્ચે વરાછાનું ચોકસી હીરા બજાર ચાર કલાક માટે ખુલ્યું

0
2

સુરત. કોરોના સંક્રમણ ફેલાતા લગભગ છેલ્લા 20 કરતાં વધુ દિવસથી બંધ રહેલું વરાછાનું ચોકસી હીરા બજાર ફરી આજથી ખુલ્યું હતું. જેથી વેપારીઓ, દલાલો અને મેન્યુફેક્ચરર્સ હીરાના વેપાર અને પેન્ડિંગ કામો પતાવ્યાં હતાં.આજે વરાછા ચોકસી બજાર ચાર કલાક માટે બપોરે બે વાગ્યે ખોલવામાં આવ્યું હતુ. પરંતુ બજારમાં વેપારી અને દલાલ સહિતનાની ખૂબ જ પાંખી હાજરી હતી. સેઇફ વોલ્ટ અને કાંટાની કેબીનો પણ ખુલી ગઈ છે.

માત્ર 10 ટકા જ હાજરી જોવા મળી

કોવિડ-19 અંતર્ગત કોરોના સંક્રમણ અટકાવવા માટે હીરા બજારને સ્વેચ્છિક બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે મહિધરપુરા હીરા બજાર બપોરે 2 થી સાંજના 6 વાગ્યા સુધી ખોલવામાં આવે છે. કામકાજ કરવા માટે આ સમય અપૂરતો હોવાનો ગણગણાટ પણ વેપારીઓ અને દલાલોમાં છે. વરાછા ચોકસી બજારને વેપારીઓ અને દલાલોની સગવડતા માટે ખુલ્લું કરવામાં આવ્યું, પણ કોઈ બજાર તરફ ફરકતું નથી. માંડ દસ-પંદર ટકા હાજરી અત્યારે જોવાઇ છે. કોરોનાના ડરને કારણે 50 ટકા લોકો સુરત છોડી ગયાં છે. અત્યારે પણ ડર હોવાને કારણે બહાર નીકળતા નથી, એટલે હાજરી ઓછી હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here