- Advertisement -
ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે સોમવારે ભારે મોટી દુર્ઘટના બની છે. પ્રભુ ઘાટ ખાતે હોડી પલટી જવાના કારણે તેમાં સવાર 6 લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જોકે નાવિકોએ તે પૈકીના 2 લોકોનો જીવ બચાવી લીધો હતો.
જાણવા મળ્યા મુજબ કેટલાક લોકો હોડીમાં સવાર થઈને બોટિંગ કરી રહ્યા હતા તે સમયે હોડીમાં પાણી ભરાવાના કારણે તે પલટી ગઈ હતી. નાવિકોએ તરત જ પાણીમાં છલાંગ લગાવીને 2 લોકોને બચાવી લીધા હતા. ત્યાર બાદ સ્થાનિક ડૂબકીબાજોએ 3 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને એક વ્યક્તિની તલાશ હજું પણ ચાલુ છે. હોડીમાં સવાર તમામ લોકો ફિરોઝાબાદના ટૂંડલાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં વારાણસીના રહેવાસી એવા હોડીના નાવિકનું પણ મોત થયું છે.