મે- મહિનામાં થનારી મુંબઇ યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ ઓનલાઇન લેવાશે

0
4

મે- મહિનામાં થનારી મુંબઇ યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ ઓનલાઇન જ લેવાશે. તેમાં રેગ્યુલર કોર્સ બહુપર્યાયી પ્રશ્નો દ્વારા અને પ્રોફેશનલ કોર્સમાં ૫૦ ટકા બહુ પર્યાયી અને ૫૦ ટકા વર્ણનાત્મક પ્રશ્ન આ રીતે પરીક્ષાઓના આયોજન કોલેજ સ્તરે થશે તેવું યુનિવર્સિટીએ જાહેર કર્યું છે.

યુનિવર્સિટીના પરિપત્ર મુજબ સેમિસ્ટર ૧થી ૪ની નિયમિત પરીક્ષાઓ અને પુનઃ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૫ એપ્રિલથી પાંચ મે દરમિયાન લેવાશે. સેમિસ્ટર ૬ની નિયમિત અને પુનઃ પરીક્ષાઓ ૬થી ૨૧મે દરમિયાન લેવાશે. સેમિસ્ટ પાંચની પુનઃ પરીક્ષાઓ ૨૪મેથી ૨ જૂન સુધી લેવાશે.

પરીક્ષાઓના નિયોજન કલસ્ટર કોલેજ સંકલ્પના મુજબ થશે. જેમાં પ્રમુખ કોલેજ પર તેની અંતર્ગત કોલેજોની પરીક્ષા સુયોગ્ય રીતે પાર પાડે તેની જવાબદારી રહેશે. પ્રશ્નપત્રો પણ આ કલસ્ટર કોલેજના માધ્યમે તૈયાર કરાશે. મૌખિક  પરીક્ષા પાંચ એપ્રિલથી વિવિધ મીટિંગ એપ દ્વારા લેવાશે તેવું પરીક્ષા અને મૂલ્યમાપન મંડળના સંચાલક ડો. વિનોદ પાટીલે પરિપત્રમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here