વરુણ ધવને ગર્લફ્રેન્ડ સાથે કરી લીધી ગુપચુપ સગાઇ? હવે લગ્નની તૈયારી

0
90

બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. વરૂણ તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ વિશે વધારે વાત નથી કરતો, પરંતુ તેણી સાથે પોતાના સંબંધો વિશે કબૂલાત કરી છે. આ સાથે જ એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે વરૂણ ધવન આ સંબંધોમાં એક પગલું આગળ વધી ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી ચૂક્યો છે, તે પણ ગુપચુપ. જોકે વરુણ ધવન પહેલા જ કહી ચૂક્યો છે કે તે હમણાં લગ્ન વિશે વિચારતો નથી. આવી સ્થિતિમાં આ અહેવાલો કેટલા સાચા છે તે કહેવું મુશ્કેલ છે.

મનોરંજન વેબસાઇટ દેશી માર્ટિનીના અહેવાલ મુજબ વરુણ ધવને તેની પ્રેમિકા નતાશા દલાલ સાથે વર્ષ 2018માં જ સગાઈ કરી લીધી છે. આ બંનેના સંબંધને પરિવારના સભ્યોએ પણ સ્વીકાર્યા છે, તે બંને પરિવારની સામે જ સગાઈ કરી લીધી હતી. સગાઈના સમાચાર મીડિયા પર આવ્યા નહીં, તેથી આ સગાઈની વિધિ ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી. આ સમારોહમાં વરૂણ અને નતાશાના પરિવાર ઉપરાંત 1-2 નજીકના મિત્રો જ સામેલ થયા હતા.

રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને આવતા વર્ષ સુધીમાં લગ્ન પણ કરી શકે છે.પરંતુ પરિવારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વરૂણ ધવન અનેક વખત તેની ગર્લફ્રેન્ડ નતાશા સાથે જોવા મળે છે. તાજેતરમાં જ તે ગર્લફ્રેન્ડ નતાશા સાથે કરણ જોહરની પાર્ટીમાં જોડાયો હતો. વરુણ ધવન અને નતાશા નાનપણથી જ એક બીજાને ઓળખતા હતા. બંને પરિવારો પણ એકબીજાની ખૂબ નજીક છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો વરૂણ ધવન આજકાલ તેની આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 ડી ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવ્યું છે. તે ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’માં શ્રદ્ધા કપૂર સાથે રોમાંસ કરતો જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત વરુણ ‘કૂલી નંબર 1’ ની રિમેકમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેમની જોડી સારા અલી ખાન સાથે જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here