બોલિવૂડ સેલેબ્સને કોરોના : વરુણ ધવન, કિઆરા અડવાણી તથા નીતુ સિંહ કોરોના પોઝિટિવ!

0
6

બોલિવૂડ સ્ટાર્સે કોરોનાની ગાઈડલાઈન સાથે શૂટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, આ દરમિયાન પહેલી જ વાર ફિલ્મના સેટ પર મુખ્ય કલાકારોને કોરોના થયો હોય તેવો બનાવ બન્યો છે. વરુણ ધવન, કિઆરા અડવાણી તથા નીતુ સિંહ કોરોના પોઝિટિવ હોય તેમ માનવામાં આવે છે. આ ત્રણેય ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ કરવા માટે ચંદીગઢ ગયા હતા. ફિલ્મનું શૂટિંગ ગયા મહિને ધનતેરસના દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું.

 

ઓફિશિયલ કન્ફર્મેશન નથી

ફિલ્મમેકર્સે આ ત્રણેય કલાકારોને કોરોના થયો હોય તેવું ઓફિશિયલ કન્ફર્મ કર્યું નથી. જોકે, ગઈ કાલ સાંજે (3 ડિસેમ્બર) કોરોના રિપોર્ટ આવ્યો હતો અને ત્રણેય પોઝિટિવ આવ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. હાલમાં શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આજ બપોર સુધી ફિલ્મની ટીમ આ અંગે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરશે.

રાજ મહેતાના ડિરેક્શનમાં ‘જુગ જુગ જિયો’ બને છે

‘જુગ જુગ જિયો’માં નીતુ ઉપરાંત અનિલ કપૂર, વરુણ ધવન તથા કિઆરા અડવાણી લીડ રોલમાં છે. ફિલ્મને ‘ગુડ ન્યૂઝ’ ફૅમ રાજ મહેતા ડિરેક્ટ કરે છે. રિશી કપૂરના નિધન બાદ નીતુની આ પહેલી ફિલ્મ છે.

અનુપમે કહ્યું, તમારું કામ જોઈને ખુશ થઈ ગયો

અનુપમે પોસ્ટ કરીને કહ્યું હતું, ‘પ્રિય નીતુ, ગઈ રાત્રે ચંદીગઢમાં રિશીજી વગર તમારી સાથે મુલાકાત થઈ અને તેને કારણે ન્યૂ યોર્કની યાદ તાજી થઈ ગઈ. આપણે સાથે રડ્યા અને તે આંસુઓએ તે ક્ષણોને વધુ સ્ટ્રોંગ બનાવી દીધી. આ ફોટો યાદ અપાવે છે કે રિશીનું વ્યક્તિત્વ જીવનથી ઘણું જ મોટું હતું. તમારું કામ જોઈને હું ખુશ થયો. આ કરીને તમે તેમને (રિશી) દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ બનાવી દીધા.અમે, તમારા મિત્ર હંમેશાં તમારી સાથે છીએ. કેટલાંક સંબંધો ટેપ રેકોર્ડરના પોઝ બટન જેવા હોય છે, જેને તમે જ્યાં છોડીને જાવ છો તે ફરી પાછા ત્યાંથી શરૂ થઈ જાય છે. પ્રેમ તથા પ્રાર્થનાઓ.’

 

અનુપમ ખેરે પોસ્ટની સાથે જે તસવીર શૅર કરી છે, તે ગયા વર્ષે ન્યૂ યોર્કમાં ક્લિક કરવામાં આવી હતી. તસવીરમાં અનુપમ ખેર, રિશી કપૂર, નીતુ સિંહ ઉપરાંત રિતેશ દેશમુખ તથા જેનેલિયા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું.

આ સેલેબ્સને પણ કોરોના થયો હતો

ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં ઘણાં સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. સિંગર કનિકા કપૂર, અમિતાભ-અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય-આરાધ્યા બચ્ચન, અનુપમ ખેરની માતા તથા ભાઈ-ભાભી-ભત્રીજી, નસરુદ્દીન શાહનો દીકરો વિવાન, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, જેનેલિયા ડિસોઝા સહિતના સેલેબ્સે કોરોનાને માત આપી હતી. હાલમાં જ સની દેઓલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે સેલ્ફ આઈસોલેશનમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here