વરુણ ધવન લગ્નના 10 દિવસ પછી જ ફિલ્મના શૂટિંગ માટે અરુણાચલ પ્રદેશ રવાના થશે

0
4

હિમાચલ અને ઉત્તરાખંડના જંગલો બાદ બોલિવૂડે હવે નોર્થ ઇસ્ટ તરફ પ્રયાણ કર્યું છે. ત્યાં કોરોનાના કેસ પણ ઓછા છે અને સરસ લોકેશન પણ ઘણા છે. આ જ કારણ છે, શનિવારે આયુષ્માન ખુરાના અરુણાચલ પ્રદેશ ઉપડ્યો. લગ્નના 10 દિવસ પછી વરુણ ધવન પણ ફિલ્મના શૂટિંગ માટે અરુણાચલ પ્રદેશ પહોંચશે. વરુણ ધવને 24 જાન્યુઆરીએ નતાશા દલાલ સાથે લગ્ન કર્યાં.

આયુષ્માન ખુરાના અરુણાચલ અનુભવ સિન્હાના ફિલ્મ શૂટ માટે ગયો છે. આ ફિલ્મમાં તે એક સ્પાઇના રોલમાં છે. વરુણ અમર કૌશિકની અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે ત્યાં જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આયુષ્માનનું શૂટિંગ લાબું ચાલવાનું છે. આયુષ્માન ફિલ્મની સ્ક્રિપ્ટને લઈને એક્સાઈટેડ છે અને આ નિશ્ચિત રૂપે તેની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. ડિરેક્ટર અને એક્ટર આ પહેલાં ‘આર્ટિકલ 15’માં સાથે કામ કરી ચૂક્યા છે.

બજેટને આધારે ક્યારેય ફિલ્મ પસંદ નથી કરતા

સૂત્રોનું કહેવું છે કે અનુભવ આ ફિલ્મને મોટા પાયે શૂટ કરવા માટે ઉત્તર પૂર્વ ગયા છે. ત્યાં તે આ ફિલ્મને એક મોટો થિયેટ્રિકલ એક્સપિરિયન્સ બનાવવા ઈચ્છે છે. આયુષ્માન અને તે સેમ ફેઝ પર છે કારણકે તે ઓડિયન્સને થિયેટરમાં લાવવા માટે એક સારી ફિલ્મ બનાવવા ઈચ્છે છે. શૂટ પર જતા પહેલાં આયુષ્માને કહ્યું હતું કે, ‘મેં કોઈ ફિલ્મને તેના બજેટના આધારે ક્યારેય પસંદ નથી કરી. મારી નજરમાં કોઈ ફિલ્મને મોટી માનવાનું માત્ર આ જ એક મહત્ત્વનું ફેક્ટર નથી. મેં માત્ર કન્ટેટ કેટલું મોટું છે અને કેટલું અનોખું છે તેના આધારે ફિલ્મો પસંદ કરી છે. મારા ખ્યાલથી કોઈ પણ મોટી ફિલ્મ નેશનલ લેવલ પર ચર્ચા આરંભ કરે છે અને લોકો સાથે જોડાયેલા મુદ્દા પર દલીલ કરવા માટે બધાને ખેંચે છે.’

આયુષ્માને કહ્યું હતું કે, ‘મારી ફિલ્મોના માધ્યમથી હું તે બધા વિષય પર વાતચીત કરવા ઈચ્છીશ, જે વર્જિત છે, સમાજમાં ટેબૂ સમજવામાં આવે છે. ઈમ્પોર્ટન્ટ હોવા છતાં લોકો આ વિષય પર વાત કરતા અથવા તેનો ઉપાય કાઢવામાં અસહજ થઇ જાય છે. આ વિષય મેઈનસ્ટ્રીમથી થોડા હટકે હોય છે. ઈમાનદારીથી કહું તો આવા વિષય સાથે હું ખુદને વધુ જોડી શકું છું કારણકે તે વિચિત્ર, અનોખા અને મલ્ટિ લેયરવાળા છે. ઓડિયન્સ સામે એક નવી વસ્તુ રજૂ કરે છે.’