વરુણ-સારાની ફિલ્મ ‘કુલી નં. 1’ ડિજિટલ પ્લેટફોર્મ ઉપરાંત થિયેટરમાં પણ રિલીઝ થઇ શકે છે

0
8

કોરોનાવાઈરસ મહામારી દરમિયાન દેશના લગભગ બધા રાજ્યોમાં મૂવી થિયેટર ખૂલી ગયા છે. પ્રોડ્યુસર્સ ફિલ્મોને ડિજિટલ પ્લેટફોર્મ ઉપરાંત હવે થિયેટરમાં પણ રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. વરુણ ધવન અને સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘કુલી નં. 1’ના મેકર્સ ડિજિટલ-થિયેટ્રીકલ પણ રિલીઝ કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કુલી નં. 1 ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ અને થિયેટર એમ બંને જગ્યાએ રિલીઝ થઇ શકે છે. જો કે, આ વાત પર પ્રશ્ન એ છે કે પહેલા કયા પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. ડિજિટલ પાર્ટનર ફિલ્મને પહેલા ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવા પર ભાર આપી રહ્યા છે.

25 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે

વરુણ-સારા અલી ખાન સ્ટારર ‘કુલી નં. 1 1995’માં રિલીઝ થયેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની કોમેડી ફિલ્મની રીમેક છે. ઓરિજિનલ ફિલ્મની જેમ આ ફિલ્મ પણ ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પરેશ રાવલ, જાવેદ જાફરી, રાજપાલ યાદવ. જોની લીવર અને શિખા તલસાનિયા પણ લીડ રોલમાં છે. ફિલ્મ 25 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઇ શકે છે. ફિલ્મનું ટ્રેલર 28 નવેમ્બરે રિલીઝ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here