જામનગર : વસઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ એવોર્ડ, NQAS એવોર્ડ મેળવ્યો

0
89
ભારત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયના NHSRCદ્વારા NQAS ધારા ધોરણ મુજબ ઉચ્ચકક્ષાનું રાષ્ટ્રીય લેવલનુ બહુમાન જામનગર જીલ્લાના વસઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને મળેલ છે. જેNQAS એસેસ્મેન્ટમાં અત્યાર સુધી મા સૌથી વધારે ગુણ મેળવનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યુ છે. NQAS સર્ટીફીકેટ મેળવનાર ગુજરાત રાજ્ય નુ ફક્ત ચોથું અને સમગ્ર રાજકોટ ઝોન અને જામનગર જીલ્લાનુ જામવંથલી બાદ બીજા આરોગ્ય કેન્દ્ર તરીકે સન્માનીત થયેલ છે. જે જામનગર જીલ્લા માટે એક સિદ્ધિ સમાન છે. ગુજરાત રાજ્યમા NQASસર્ટીફીકેટ મેળવનાર ગુજરાત રાજ્ય ના 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે. માંથી 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામનગર જીલ્લાના જામનગર તાલુકા ના છે જે એક મહત્વની વાત કહી શકાય.
આ એવોર્ડ મેળવવા રાજ્ય લેવલનું NQAS પ્રમાણપત્ર મેળવવું ફરજીયાત હોઇ છે. ત્યારબાદ ભારત સરકારમાંથી નિમણુંક પામેલ તજજ્ઞ દ્વારા બહુ જ વિગતવાર બે દીવસ માટે તા:10 તથા 11 જુન ના રોજ ચેન્નાઇ થી ડો .ભારથી વેંકટેશન અને દીલ્લી થી ડો.મેહતાબ સીંગ દ્વારા મુલ્યાંકન કરી તેનો રીપોર્ટ ભારત સરકાર મા રજુ કરેલ અને તેમાં 94.20% સ્કોર મેળવી વસઇ પ્રાથમીક આરોગ્ય કેંદ્ર ને નેશનલ લેવલ NQAS પ્રમાણપત્ર તથા એવોર્ડ મળેલો છે.
આ પ્રસંગે જામનગર જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારી કિરીટ જાની અને શ્રીમતી પ્રશસ્તી પરીક તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો.બથવાર, અધીક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પટેલ, તેમજ જીલ્લા ક્વોલીટી મેડીકલ ઓફીસર ડો. એસ.એચ.ધમસાણીયા તેમજ જામનગર તાલુકા હેલ્થ ઓફીસર ડો.રાજેશ ગુપ્તા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઇની સમગ્ર ટીમ તથા મેડીકલ ઓફીસર ડો.અજય વકાતરને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભવિષ્યમા વધુને વધુ સફળતાના શિખરો સર કરી જામનગર જીલ્લાનું ગૌરવ વધારે એવી શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી. વસઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને છેલ્લા ચાર વર્ષથી સતત સ્વચ્છતાનો કાયાકલ્પ એવોર્ડ પણ મળેલ છે.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here