અમદાવાદ : વસ્ત્રાપુર PI જાડેજા કોરોનાગ્રસ્ત, બે દિવસ પહેલા ડી સ્ટાફના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

0
3

અમદાવાદ. હાલ અનલોક-2 ચાલી રહ્યું છે અને કોરોનાનાં કેસોની સ્થિતિ અમદાવાદમાં સુધરી રહી છે. ત્યારે પોલીસકર્મીઓ ફરી કોરોનાનો ભોગ બની રહ્યા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) એમ.એમ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે દિવસ પહેલા જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના રાઈટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વસ્ત્રાપુર ડી સ્ટાફ રાઈટર SVPમાં સારવાર હેઠળ

ડી સ્ટાફના રાઈટરને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં ગઈકાલે રિપોર્ટ કરાવતા PI જાડેજાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડી સ્ટાફના કર્મી અને PI જાડેજાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ડી સ્ટાફને અને સંપર્કમાં આવેલા અન્યને ક્વોરન્ટીન થવું પડશે. હાલમાં જાડેજાની તબિયત સારી છે. તેમને હાલમાં હોટલમાં કોવિડ કેર સેન્ટરમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.