અમદાવાદ : ગુરુકુળ રોડ પર એક ઓફિસમાં દારૂની મહેફિલ માણતા 6 યુવકોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

0
3

અમદાવાદ. શહેરના મેમનગરમાં ગુરુકુળ રોડ પર પુષ્ટિ હાઇટ્સ નામના કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસમાં દારૂની મહેફિલ માણતા 6 યુવકોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. મિત્રો ભેગા મળી અને દારૂની મહેફિલ યોજી હતી. વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, ગુરુકુળ રોડ પર આવેલા પુષ્ટિ હાઇટ્સ નામના કોમ્પ્લેક્ષમાં આવેલી છઠ્ઠા માળે આવેલી ઓફિસમાં કેટલાક શખ્સ દારૂની મહેફિલ યોજી છે. જેના આધારે પોલીસે ઓફિસમાં દરોડો પાડી હર્ષિલ પટેલ (રહે. ઘાટલોડિયા), કૌશલ વ્યાસ (રહે. રનનાપાર્ક), હર્ષ શર્મા (રહે. રનનાપાર્ક) , વિકાસ નાયક (રહે. જુનાવાડજ), શકીલ કુરેશી (રહે. મુંબઈ) અને કલ્પેશ ઠક્કર (રહે. નારાણપુરા)ની ધરપકડ કરી હતી. પોલીસને એક દારૂની બોટલ અને નમકીનના પડીકા મળી આવ્યા હતા.