દહેગામ : હાલીસા ગામે આવેલ ભમરીયા કુવા તરીકે ઓળખાતી વાવ ૧ હજાર વર્ષ પુરાણી

0
0

દહેગામ તાલુકાના હાલીસા ગામે ગામની પાદરે આવેલી ૧ હજાર વર્ષ પુરાણી ભમરીયા કુવાની  આ વાવ લાખા વણજારાએ બંધાયેલી હોવાની માહિતી ગ્રામજનો આપી રહ્યા હતા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા ગામે ગામની ભાગોળે ઉંચુ ટાવર આવેલુ છે અને તે જગ્યાએ માતાજીનુ મંદીર ઘણુ જ શોભાયમાન લાગી રહ્યુ છે. અને તેને અડીને એક દીવાલબંધ જગ્યાએ ભમરીયો કુવાની વાવ આવેલી છે અને આ વાવ ૧ હજાર વર્ષ  પુરાણી હોવાની માહિતી સાંપડી છે અને આ વાવની આગળ જતા એક કુવા જેવુ દેખાય છે પરંતુ વાવની અંદર પ્રવેશ કરતા અંદરની બાંધણી અને તેનુ કોતરકામ કોઈ અનોખુ હોય તેવુ દેખાઈ રહ્યુ છે. અને આ વાવની અંદર વર્ષો પહેલા પાણી હોવાથી આ ગામના ગ્રામજનો આ વાવનુ પાણી પીતા હતા અને કહેવાય  છે કે આ વાવ વર્ષો પહેલા લાખા વણજારાએ હાલીસાની વાવ અને પનાના મુવાડાની વાવ તેને બનાવી હોવાની માહિતી સાંપડી છે.

એ સમયના લોકોની દંતકથાઓ હતી કે ભરવાડ પરીવારની સાત જેટલી બહેનો આ વાવમા ઉતરી હતી અને ભોયરામા થઈને ક્યાક ચાલી ગઈ હતી તે પરત આવી ન હતી. તેથી લાખા વણજારાએ આ વાવ બનાવી હોવાની માહિતી સાંપડી છે અને આ વાવમા જવાના ભોયડા હોવાથી અંદર ગયેલા માણસો પાછા આવતા નથી તેથી આ ગામના પુર્વજોએ આ વાવની બારીઓ અને ભોયડા બંધ કરી દીધા હતા. અને હાલમા આ વાવ કોતરકામથી સુંદર લાગી રહી છે પરંતુ હાલમા પાણી નથી. અને આ વાવની બાંધણી બહુ સુંદર દેખાઈ રહી છે.

હાલીસા ગામમા આવતા મહેમાનો અને અન્ય લોકો આ ગામની મુલાકાત લે ત્યારે ભમરીયા કુવા તરીકે ઓળખાતી આ વાવની અવશ્ય મુલાકાત લે છે અને આ ગામના ગ્રામજનોએ આ ભમરીયા કુવા તરીકે ઓળખાતી આ વાવને ઐતીહાસીક સ્થળોમા સમાવેશ થાય તેવી સરકાર પાસે માંગ કરી છે અને આ વાવ ગામની ભાગોળે હોવાથી ગામની શોભામા પણ વધારો કરે છે.

  • આ વાવ ૧ હજાર વર્ષ પુરાણી હોવાથી પહેલા આ વાવમા પાણી આવતુ હોવાથી આ વાવનુ પાણી તે સમયના લોકો પીતા હતા
  • આ વાવનુ કોતરકામ ખુબ જ સુંદર અને વર્ષો જુનુ હોવા છતા હાલમા કોતરકામ કર્યુ હોય તેવુ દેખાઈ રહ્યુ છે
  • ગામની ભાગોળે આ વાવ અને ઉંચુ ટાવર અને મંદીર હાલીસા ગામની શોભામા વધારો કરે છે
  • કહેવાય છે કે ૧ હજાર વર્ષ પહેલા આ વાવમા ઉતરવાના અને દુર દુર જવાના ભોયડા પણ હતા પરંતુ એ સમયે સાત જેટલી ભરવાડની દીકરી આ વાવમા ઉતર્યા પછી પરત આવી ન હતી તેથી તેની બારીયો અને ભોયડા બંધ કરાવી દીધા હતા
  • આ વાવ વર્ષો પહેલા લાખા વણજારાએ બનાવી હોવાની માહિતી સાંપડી છે

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here