સુરત : પુણા વિસ્તારમાં શાકભાજીના ખેડૂતોએ શાકભાજી અંગે સામાજિક કાર્યકરો સાથે Mou કર્યા

0
14

સુરત. હાલ લોકડાઉનને લઈને શાકભાજી માર્કેટ બંધ કરી દેવામાં આવતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને પણ પકવેલા શાકભાજી ફેંકી દેવાની સ્થિતિનો સામનો કરવો પડે તેવા સંજોગોમાં અનોખી પહેલ કરવામાં આવી છે.પુણા વિસ્તારમાં શાકભાજીના ખેડૂતો એ સામાજિકક્ષેત્રે કામ કરતા આગેવાન સાથે અનોખું  MOU કરવામાં આવ્યું છે.

ખેડૂતો દ્વારા શાકભાજી શહેરમાં લોકો પાસે સીધા વેચવા અંગે એમઓયુ કરવામાં આવ્યાં છે.

 

લોકોને શાકભાજી મળી રહે તેવા પ્રયાસ

ઘરે ઘરે સસ્તું અને ગુણવત્તાવાળું શાકભાજી પહોંચાડવા સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો માટે સંદેશો આપ્યો છે.કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ સાવલિયા ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદી અનેક સોસાયટીના પ્રમુખોને સપ્લાય કરશે. સોસાયટીના પ્રમુખો એ જ શાકભાજીને સોસાયટીમાં ભાવ ટુ ભાવ વેચાણ કરશે. રાહત દરે શાકભાજીનું વિતરણ કરવાની અનોખી યોજનાથી ખેડૂતો પણ ખુશ છે.આ પ્રકારના આયોજનથી સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાઈ તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.બિનજરૂરી લોકો બહાર ન નીકળે એ માટે કરાયું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here