તહેવાર ટાણે જ શાકભાજીનાં ભાવમાં ભડકો, સફરજનની સરખામણીએ શાકભાજી વધુ મોઘાં બન્યાં

0
38

તહેવાર ટાણે જ શાકભાજીના ભાવ આસમાને પહોચતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. ડુંગળી તો પહેલા જ મોંઘી થઈ ગઈ હતી. ત્યાર બાદ લસણ અને પછી બાકીની કસર ટમેટાએ પૂરી કરી. અને છેલ્લે વધ્યું હતું તો તમામ લીલા શાકભાજીના ભાવ વધી જતાં તમામ ગૃહિણી નું બજેટ અત્યારે ખોરવાઈ ગયુ છે.

સિઝન માં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂત ને પણ શાકભાજીના પાકમાં ઘણું મોટું નુકશાન ગયું છે. અને શાકભાજી ની આવક ઘટી છે. જેને કારણે પણ ભાવ માં વધારો જોવા મળી રહયો છે.

હાલમાં બજારમાં લીલા શાકભાજીમાં રિંગણ, તુરિયા, કારેલા, ભીંડા, ફુલાવર, સરગવો, ફુદીનો, દુધી, ગાજરનો ભાવ રૂ.80થી માંડીને રૂ.120 સુધી પહોંચ્યો છે.મોટાભાગે શાકભાજીના ભાવે સેન્ચુરી વટાવી દીધી છે.

હોલસેલ અને રિટેલ માર્કેટમાં પણ ભાવ માં મોટો તફાવતજોવા મળી રહ્યો છે. શાક હજુ સસ્તું થતા વાર લાગશે. નવો માલ બજારમાં આવતા વાર લાગશે. નવો માલ આવતાં શાક ભાજીના ભાવ માં ઘટાડો થવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here