ભરૂચ : તહેવારોની મોસમમાં શાકભાજીના ભાવમાં 100થી 150 ટકાનો વધારો

0
0
  • (અહેવાલ : રવિ કાયસ્થ )
  • ભારે વરસાદના કારણે આવક ઘટી, શાકભાજી સાથે કઠોળના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
  • ભરૂચ: ભરૂચ શહેર જિલ્લામાં વરસાદનો કહેર વેઠવા બાદ જિલ્લાવાસીઓ હવે વરસાદને કારણે સર્જાયેલી શાકભાજીની અછતના કારણે મોંઘવારીનો માર વેઠવો પડી રહ્યો છે. તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે ગૃહિણીઓ પર મોંભવારીનો પહેલો કોરડો વિંઝાઇ ગયો છે. છેલ્લાં એક મહિનામાં શાકભાજીના ભાવોમાં 100થી 150 ટકાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

  • ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં જૂલાઇના અંતિમ દિવસોમાં વરસાદી માહોલ જામ્યાં બાદ ઓગષ્ટ મહિનાના 15 દિવસ સુધી ધોધમાર વરસાદ વરસતાં શાકભાજીની આવકમાં ઘટાડો થવાને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. ભરૂચ એપીએમસીમાં સામાન્યત: નાસિક અને પાદરા માર્કેટમાંથી શાકભાજી આવતાં હોય છે. જોકે હાલમાં રાજ્યભરમાં થયેલાં અતિભારે વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતા શાકભાજીના ભાવોમાં આસમાને પહોંચી ગયાં છે. ભરૂચ એપીએમસી ખાતે છેલ્લાં એક મહિનામાં શાકભાજીના ભાવોમાં 100થી 150 ટકાનો વધારો થયો છે. ભાવ વધારાને કારણે રોજીંદા શાકભાજી જેવા કે, રીંગણા, બટાકા, કાંદા, ફુલાવર, કોબીજ, ભીંડા સહિતના શાકભાજી ખરીદવામાં પણ ગૃહિણીઓ ખચકાઇ રહી છે. એક તરફ શાકભાજીના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યાં કઠોળના ભાવોમાં પણ તેજી આવતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.વરસાદે વિરામ લેતાં 15 દિવસ બાદ સ્થિતી સામાન્ય થશે
    હાલમાં નાસીક અને પાદરાથી શાકભાજીની આવકમાં સામાન્ય ઘટાડો છે. શાકભાજીનો પુરતો સ્ટોક આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદમાં રસ્તાઓના ધોવાણને કારણે આવક પર અરસ પડી રહી છે. જોકે હાલમાં વરસાદે વિરામ લેતાં આગામી 15 દિવસમાં સ્થિતી સામાન્ય બને તેવી શક્યતાઓ જણાઇ રહી છે. – દિપક પટેલ, સેક્રેટરી, એપીએમસી, ભરૂચ

    ભારે વરસાદને કારણે સ્થાનિક પાકોને નુકશાન
    ભરૂચ શહેર જિલ્લામાં ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં જ વરસાદે કહેર વર્તાવ્યો હતો. એકધારો વરસાદ વરસવાને કારણે ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકોને નુકશાન થયું છે. જેના કારણે સ્થાનિક પાકોની આવકના અભાવે ભાવોમાં વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here