શિયાળામાં વેજિટેબલ સૂપ, જિન્જર વોટર અને સ્મૂધીથી પાણીની ઊણપને પૂરી કરો, તે ઈમ્યુનિટી વધારવાની સાથે થાક પણ દૂર કરશે.

0
9

શિયાળામાં તમે પણ એવા લોકોમાંના એક છો જેઓ ઓછું પાણી પીવે છે તો પહેલા તેના નુકસાનને સમજો. થાક અનુભવશો, ચક્કર આવવા, સ્કિનમાં ડ્રાયનેસ વધવી અને યુરિનનો કલર પીળો પડવો, તેના લક્ષણો છે.

શિયાળામાં તમે પણ આ લક્ષણોનો સામનો કરી રહ્યા છો તો તમારે દરરોજ 8થી 10 ગ્લાસ પાણી પીવાની જરૂર છે. શરીરમાં પાણીની ઊણપ વેજિટેબલ સૂપ, સ્મૂધી અને હર્બલ ચાથી પૂરી કરી શકાય છે. ક્લિનિકલ ન્યુટ્રીશનિસ્ટ સુરભી પારીક જણાવી રહ્યા છે કે શિયાળામાં પાણીની ઊણપ કેવી રીતે પૂરી કરવી…

4 વસ્તુઓ જે સ્વાદ અને ઈમ્યુનિટી વધારશે અને પાણીની ઊણપને પૂરી કરશે

વેજિટેબલ સૂપ બીમારી સામે લડવાની ક્ષમતા પણ વધારશે

શિયાળામાં લોકો ગરમ વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. તેનો સૌથી સારો ઓપ્શન છે વેજિટેબલ સૂપ. તેના માટે ટામેટા, આદુ, ગાજર, લસણ અને કોબીને સૂપમાં સામેલ કરી શકો છો. તેમાં પનીરના નાનાં નાનાં ટૂકડા પણ નાખી શકાય છે. સૂપ બનાવતા સમયે તેમાં મર્યાદિત માત્રામાં કાળામરી અને તજ પાવડરનો ઉપયોગ કરો. તે ઘણા પ્રકારે ફાયદો પહોંચાડે છે. શરીરમાં પોષક તત્ત્વોની ઊણપ પૂરી કરશે. પાણીની ઊણપ નહીં થવા દે અને બીમારી સામે લડવાની ક્ષમતા વધારશે.

પાણી પીવાની ઈચ્છા નથી તો તેમાં લીંબુ, તુલસી અને આદુ નાખો

ન્યુટ્રિશનિસ્ટ સુરભી પારીક કહે છે કે, જેટલું પાણી તમે ગરમીમાં પીવો છો, શિયાળામાં પણ એટલું જ પાણી પીવું જોઈએ. જો દિવસ દરમિયાન 8થી 10 ગ્લાસ સાદું પાણી નથી પી રહ્યા તો તેમાં લીંબુનો રસ નાખીને પી શકો છો. તે ઉપરાંત પાણીને ગરમ કરો અને ગ્લાસમાં કાઢ્યા બાદ તેમાં તુલસીના 4થી 5 પાંદડા નાખીને પી શકાય છે.

જિન્જર વોટર પણ ચા અને પાણીનો સારો ઓપ્શન છે. તેને બનાવવા માટે એક ગ્લાસ પાણી લો અને ઉકાળો. ઉકળી જાય ત્યારે આદુને વાટીને તેમાં નાખો. 10 મિનિટ સુધી ઉકળવા દો બાદમાં તેને ગાળી લો અને લીંબુના ટૂકડા તેમાં નાખવા અને પીવું.

દિવસમાં બે વખત ગ્રીન ટી લઈ શકો છો

દિવસ દરમિયાન બે વખત ગ્રીન ટી લઈ શકો છો. તે પાણીની ઊણપ પૂરી કરવાની સાથે સ્કિન ચમકદાર બનાવે છે અને કેન્સરથી બચાવવામાં મદદ કરે છે. તે ફેટ પણ ઘટાડે છે. એક વાતનું ધ્યાન રાખવું કે ગ્રીન-ટી દિવસમાં બે કપથી વધારે ન લેવી.

વેજિટેબલ અને ફ્રૂટ સ્મુધી લો પરંતુ તેને ગાળો નહીં

ન્યુટ્રિશનિસ્ટ સુરભી પારીકના જણાવ્યા પ્રમાણે, ઘરે સરળતાથી બે પ્રકારે સ્મુધી બનાવી શકાય છે. વેજિટેબલ અને ફ્રૂટ સ્મુધી. વેજિટેબલ સ્મુધી બનાવવા માટે ગાજર, કાકડી, બીટ, ટામેટા જેવા શાકભાજીને ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરી લો. તેમાં મીઠું અને લીંબુ નાખીને પી શકાય છે પરંતુ તેને. ગાળવું નહીં, નહીં તો ફાઈબર ઓછા થઈ જાય છે. તે ઘણા પ્રકારના પોષક તત્ત્વોની ઊણપને પૂરી કરે છે અને કબજિયાતથી પણ બચાવે છે.

3 મોટા ફાયદાઃ શિયાળામાં પાણી પીવું કેમ જરૂરી

સ્કિનની ચમક વધશેઃ શિયાળામાં પાણીની ઊણપ થવાથી સ્કિનનો ભેજ દૂર થઈ જાય છે અને ડ્રાયનેસ વધે છે. તેથી દરરરોજ 8થી 10 ગ્લાસ પાણી જરૂરથી પીવું.
કબજિયાત નહીં થાયઃ હંમેશાં આ સિઝનમાં લોકો આખું અનાજ ખાય છે અને પાણી ઓછું પીવે છે. પરિણામે કબજિયાતની સમસ્યા વધે છે, તેથી પાણીની ઊણપ ક્યારેય ન થવા દેવી.
બીમારીઓનું જોખમ ઓછું થશેઃ પાણી શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢે છે અને આવું થવા પર બીમારીઓનું જોખમ ઘટી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here