સુરત : વરાછામાં શાકભાજીની લારીઓને દંડ અને જપ્ત કરાતા રોષ સાથે ધરણાં પ્રદર્શન

0
0

વરાછામાં શાકભાજીની લારી વાળાઓનું દબાણ હટાવવા જતા ભારે હોબાળો થયો હતો. શાકભાજીના ફેરિયાઓએ રોડ ઉપર બેસીને ધરણા કરવા લાગ્યાં હતાં. સુરત મહાનગર પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આવતા ફેરિતાઓમાં રોષ જોવા મળ્યો હતો. દબાણ ખાતા દ્વારા શાકભાજીની લારી સહિત શાકભાજીનો જથ્થો પણ સાથે લઈ જવાનો પ્રયાસ કરતા મામલો ગરમાયો હતો.

દંડાવાળી કરાયાના આક્ષેપ

વરાછા પોલીસ દ્વારા ફેરીયાઓ ઉપર દંડાવાળી કરવામાં આવી હોવાના આક્ષેપો પણ કરાયા હતા. પાલિકા દ્વારા ખોટી કનડગત કરવામાં આવતી હોવાની રાવ સાથે ફેરિયાઓએ પોલીસ દારૂના અડ્ડાઓ બંધ નથી કરાવતી પણ મહેનત કરી રોટલો રળી ખાતા ફેરિયાઓને દંડા બતાવી રહી છે એવા આક્ષેપ કરાયા હતા.

વિરોધ પ્રદર્શન

પાલિકા ની દબાણ ખાતાની ટીમ અને પોલીસ સામે રોષે ભરાયેલી શાકભાજીની લારીઓ ચલાવતી મહિલાઓ સહિત નાના વેપારીઓએ આખરે ધરણા પર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે જવાનો નિર્ણય કરી રસ્તા પર બેસી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here