અમદાવાદ : વિડીયો વાયરલ : શાહઆલમ પાનવાળી ચાલીમાં વાહનો સળગાવ્યા : 2 ની ધરપકડ, 1 ફરાર.

0
0

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બનતા જોવા મળી રહ્યાં છે. જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઇ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરના શાહઆલમ પાનવાળી ચાલીમાં અસમાજિક તત્વોએ વાહનો સળગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કેટલાક બદામશો બે ટુવ્હિલરમાં આગચંપી કરી એક કારમાં તોડફોડ કરતા નજરે ચડી રહ્યા છે. જો કે વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના શાહઆલ વિસ્તારમાં આવેલા પાનવાળી ચાલીમાં કેટલાક અસમાજીક તત્વોએ બે ટુવ્હિલરને આગ લગાવી હતી. તેમજ એક કારના દરવાજા અને બોનેટ સહિતના ભાગમાં તોડફોડ કરી હતી.

શહેરમાં એક તરફ કોરોનાને લઇને રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે રાત્રિ કર્ફ્યું દરમિયાન આવા અસમાજિક તત્વોનો આતંક બેફામ થઇ રહ્યો છે. આ અસમાજિક તત્વો દ્વારા ટૂ વ્હીલરમાં આગચંપી કરવામાં આવી તેમજ ગાડીના કાચ તોડવામાં આવ્યાં. જો કે આ તોડફો તેમજ આગ લગાવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

આ મામલે ઇસનુપર પોલીસે આસીફ ઉર્ફે ગાંડી પઠાણ, વસીબ ઉર્ફે ગાંડી પઠાણની ધરપકડ કરી છે. જ્યારે રઉફ ઉર્ફે કાલીયા નામનાં આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here