અમદાવાદ : વેજલપુર પોલીસે જુહાપુરા બોમ્બે ભઠિયાની ગલીમાંથી ચરસ સાથે બે શખ્સની ધરપકડ કરી

0
11

રાજ્યમાં યુવાનોને બરબાદ કરતાં ડ્રગ્સ અને ચરસ-ગાંજાનો વ્યાપ વધ્યો છે. વેજલપુર પોલીસે જુહાપુરા બોમ્બે ભઠિયાની ગલીમાં 10 ગ્રામ ચરસ સાથે બે શખ્સની ધરપકડ કરી છે. જમાલપુરનો આરોપી જુહાપુરામાં યુવકને ચરસ આપવા આવ્યો હતો ત્યારે વેજલપુર પોલીસે તેઓને ઝડપી લીધાં હતાં. 10 ગ્રામ ચરસ અને વાહન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે, જુહાપુરા સોનલ સિનેમા રોડ પર રહેતા ઝેનુલ સૈયદને જમાલપુરનો મુનિરખાન પઠાણ ચરસ આપવા આવવાનો છે. બંને ચરસ સાથે બોમ્બે ભઠિયા ગલીમાં બેઠા છે જેથી વેજલપુર પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. બંને આરોપીઓ વાહન પર બેઠા હતા અને પોલીસે તેમની અંગજડતી કરતા ઝેનુલ પાસેથી 10 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. તેની પૂછપરછ કરતા મુનિરખાનએ આ ચરસનો જથ્થો આપ્યો છે. જેથી તેની પૂછપરછ કરતા આ ચરસ ક્યાંથી લાવ્યો તેની માહિતી આપી ન હતી. બંનેની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here