સુષ્માને અંતિમ વિદાય આપી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા વેંકૈયા નાયડૂ, કહ્યું, “રક્ષાબંધન પર.”

0
49

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનાં નિધનને રાજ્યસભા સભાપતિ અને દેશનાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પોતાનું વ્યક્તિગત નુકસાન ગણાવ્યું છે. ત્યારબાદ જ્યારે ઉપરાષ્ટ્રપતિ લોધી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં સુષ્મા સ્વરાજને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા તો તેમના નશ્વર દેહ સામે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. નાયડૂ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને નાની બહેન માનતા હતા જે રક્ષાબંધનનાં દિવસે તેમને રાખડી બાંધ્યા કરતી હતી.

જનતાનો સાચો અવાજ હતા સુષ્મા સ્વરાજ

આ પહેલા રાજ્યસભામાં સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા વેકૈંયા નાયડૂએ કહ્યું કે, ‘તેઓ એક સક્ષમ પ્રશાસક અને જનતાનો સાચો અવાજ હતા.’ વેંકૈયા નાયડૂએ કહ્યું કે, ‘સુષ્મા એક રોલ મોડલ તરીકે ઉભર્યા અને તેમને એવા મંત્રી તરીકે ઓળખવામાં આવ્યા જેમની સાથે સરળતાથી સંપર્ક કરવામાં આવી શકતો હતો.’ રાજ્યસભામાં સંપૂર્ણ ગૃહમાં મૌન રાખીને સુષ્માને યાદ કરવામાં આવ્યા અને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

નાયડૂએ કહ્યું, ‘સક્ષમ નેતા અને મહાન વક્તા હતા સુષ્મા સ્વરાજ’

મોદી સરકારમાં સુષ્મા સ્વરાજ સાથે કેબિનેટ મંત્રી રહી ચુકેલા નાયડૂએ કહ્યું કે, ‘તેઓ મુશ્કેલ સમયનો પણ હસીને સામનો કરવો માટે સક્ષમ હતા અને એક મહાન વક્તા હતા. તેમને હિંદી અને અંગ્રેજી બંનેમાં એક સરખી મહારત હતી. કાશ્મીરનાં મુદ્દે કરવામાં આવેલું તેમનું ટ્વિટ એક દેશ અને એક વિધાનનાં વિષય પર તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.’

આ વર્ષે તેમની પાસે રાખડી બંધાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત નહીં થાય

સભાપતિ નાયડૂએ સુષ્મા સ્વરાજને પોતાની નાની બહેન ગણાવતા કહ્યું કે, ‘મને અન્ના એટલે કે ભાઈ કહીને સંબોધિત કરતા હતા. સુષ્મા દર વર્ષે રક્ષાબંધન પર મને રાખડી બાંધતા હતા, પરંતુ આ વર્ષે મને સૌભાગ્ય પ્રાપ્ત નહીં થાય.’ નાયડૂએ તેમને યાદ કરતા કહ્યું કે, ‘જ્યારે મે એકવાર તેમના ઘરે જઇને રાખડી બંધાવવા ઇચ્છ્યું તો સુષ્માએ ફોન કરીને મને આવવાની ના કહી અને કહ્યું કે તમે મારા ઘરે ના આવો, કેમકે તમે દેશનાં ઉપરાષ્ટ્રપતિ છો. હું જ તમારા ઘરે આવીને રાખડી બાંધી દઇશ.’

67 વર્ષની ઉંમરે થયું નિધન

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ 3વાર રાજ્યસભાનાં સભ્ય રહ્યા અને 4 વાર લોકસભાનાં સભ્ય રહ્યા. આ ઉપરાંત તે વાજપેયી સરકારથી લઇને મોદી સરકાર સુધી વિભિન્ન મંત્રાલયોને સંભાળતા રહ્યા. તેમણે આ વર્ષે સ્વાસ્થ્યનાં કારણે ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીનાં એમ્સમાં હ્રદય રોગનો હુમલો થતા 67 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here