રાશિ પરિવર્તન : 10 ડિસેમ્બરે શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિમાં : મેષ રાશિના જાતકોની મુશ્કેલી વધારશે, મકર રાશિ માટે સારા સમાચાર લાવશે

0
10

10 ડિસેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી 24 દિવસ એટલે 3 જાન્યુઆરી 2021 સુધી ભ્રમણ કરશે. વૃશ્ચિક રાશિને સ્ત્રી અને શુક્ર ગ્રહને સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે. જેથી આ ભ્રમણ વધારે શુભ છે. જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું હતું કે, શુક્ર ગ્રહનું મૂળભૂત કારકત્વ સુખ-સમૃદ્ધિ, પ્રેમ-સ્નેહ, લાગણી, વૈભવી કપડાં, ગાડી, બંગલો, લગ્ન જીવન, મોટી આવક, નારી, પત્ની, યૌન જીવનનું સુખ, ફૂલ, વાહન, ચાંદી, આનંદ, કળા, વાદ્યયંત્ર અને રાજસી પ્રવૃત્તિનો કારક ગ્રહ છે. આ ભ્રમણ યુવાવર્ગ તેમજ સ્ત્રી વર્ગ માટે વધુ લાભપ્રદ બની રહેશે.

મેષ: આવકમાં વધારો. પારિવારિક પરિસ્થિતિમાં ખટરાગ થઈ શકે. યુરીન સંબંધી તકલીફનો સામનો કરવો પડશે. જીવનસાથી સાથે વિવાદની પરિસ્થિતિ ઊભી થશે.

વૃષભ: જીવનસાથી સાથે ઝઘડો થશે તો સમાધાન કરવામાં મુશ્કેલી આવશે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી.

મિથુન: નોકરિયાત વર્ગ માટે શુભ સમય, કર્મચારીને બઢતી મળશે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. કબજિયાતની તકલીફ થાય.

કર્ક: યુવાનોને વિદેશમાં સારી જોબ ઓફર મળશે. ભૌતિક સુખ સુવિધામાં વધારો તેમજ જાવક વધી શકે.

સિંહઃ સોના-ચાંદીમાં રોકાણ કરી શકાય, લગ્નજીવન સુખમય રહેશે. પ્રેમી સાથે ફરવાનો અવસર મળી શકે.

કન્યાઃ નવો કરાર થઇ શકે, નવા પાડોસીથી ભાગ્ય પરિવર્તન થાય. નવી શુભતક મળી શકે.

તુલાઃ નાણાકીય આવક સમૃદ્ધિનો સ્ત્રોત વધી શકે. કુંવારા લોકોના લગ્ન થઇ શકે છે. સંબંધોમાં પ્રેમ ગાઢ બનેશે.

વૃશ્ચિકઃ તમારું હકારાત્મક વલણ વધશે તથા આકર્ષણ શક્તિનો સંચાર થશે. ધન-સંપત્તિ પ્રાપ્ત થશે. શેર માર્કેટમાં રોકાણ લાભદાયી રહેશે. લગ્નજીવન સુખમય રહેશે.

ધન: આકસ્મિક રીતે તમારા ખર્ચાઓ વધશે. માનસિક સુખ અને શાંતિ મળશે.ધંધા માટે સમય સારો છે.

મકર: વડીલો દ્વારા આવકમાં વધારો થાય. સંતાનથી શુભ સમાચાર મળે. પેટને લગતી તકલીફો થઈ શકે.

કુંભ: ઘણા સમયથી અટકેલા નાણા પરત મળવાની શક્યતા છે. ભૌતિક સુખ સુવિધા પાછળ ખર્ચ કરશો.નવા રોકાણ અને ધંધામાં મોટો ફાયદો થશે.

મીન: ધાર્મિક પ્રવાસ પર્યટન થાય. નાના ભાઈથી લાભ. શુભ કાર્યો માટે ખર્ચો થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here