Saturday, September 18, 2021
Homeવેરાવળ : પોલીસે જુગાર રમતી છ મહિલા સહીત આઠ જુગારીઓને ઝડપી પાડ્યા
Array

વેરાવળ : પોલીસે જુગાર રમતી છ મહિલા સહીત આઠ જુગારીઓને ઝડપી પાડ્યા

વેરાવળના પોષ વિસ્તારમાં આવેલ જીવન જયોત સોસાયટીના એક રહેણાંક મકાનમાં બાતમીના આધારે પોલીસે જુગાર રમતી છ મહિલા સહીત આઠ જુગારીઓને રોકડા રૂ.62,600 સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

શ્રાવણ માસ શરૂ થાય તે પૂર્વે જ વેરાવળ-સોમનાથ શહેરના કુખ્યાત વિસ્તારોમાં તથા અમુક સોસાયટીઓમાં જુગારના પાટલાઓ શરૂ થઈ ગયાની લોકોમાં ચર્ચાઓ થોડા દિવસોથી શરૂ થઈ હતી. દરમ્યાન શહેરના પોષ વિસ્તારમાંથી જુગાર રમતી મહિલાઓને પકડ્યા અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ કરી રહેલ દરમ્યાન વેરાવળની જીવન જયોત સોસાયટીમાં રહેતા મંજૂબેન શૈલેષભાઇ ચોપડા બહારથી સ્ત્રી-પુરૂષોને ભેગા કરી જુગાર રમાડી અંગત ફાયદા સારૂ નાલની રકમ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી મળી હતી.

જેના પોલીસ સ્ટાફએ રહેણાંક મકાન પર દરોડો પાડી જુગાર રમી રહેલ (1) મંજૂબેન શૈલેષભાઇ ચોપડા ઉ.વ.40 (2) કમળાબેન દાનાભાઇ બાબરીયા ઉ.વ.60 (3) કીરણબેન જયંતીભાઇ ચૌહાણ ઉ.વ.36 (4) પદમાબેન લલીતભાઇ નાજકાણી ઉ.વ.40 (6) હર્ષાબેન રાજદીપભાઇ મહેતા ઉ.વ.47 તથા (7) સુલેમાન હુસેનભાઇ કાલવાણીયા ઉ.વ.46, (8) મેરૂભાઇ કનુભાઇ ગળચર ઉ.વ.39 ને રોકડા રૂ.62,600 ની સાથે પોલીસે ઝડપી લઇ જુગાર ધારા કલમ 4-5 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments