- Advertisement -
અમાદવાદ ના નરોડા ખાતે થી ગુમ થયેલા ત્રણેય બાળકો વેરાવળ રેલ્વે સ્ટેશન ખાતે મળી આવ્યા… નરોડા પોલીસ સ્ટેશન માં અપહરણ ની નોંઘાઇ હતી ફરીયાદ… ઘરે થી કહયા વગર નાશી છુટેલા ત્રણેય બાળકો ની પ્રાથમીક પુછપરછ માં સામે આવી ચોંકાવનારી હકીકત…
રૂદ્રરક્ષક નામની ફીલ્મ જોઇ પ્રભાવીત થયેલા બાળકો દીવ્ય શકિત મેળવવા ઘરેથી સોમનાથ ભાગી આવ્યા હતા…
ટીવી સીરીયલો અને ફીલ્મો ની કાલ્પનીક કહાની વાળા દ્રશ્યો કુમળા માનસ ઘરાવતા બાળકો પર વિપરીત અસર પહોંચાડે છે તે વાત ને સાબીત કરતો અને સાંપ્રત સમય માં બાળકો ના વાલીઅો માટે લાલબતી સમાન કીસ્સો ગીર સોમનાથ ના વેરાવળ માં સામે આવ્યો છે.
વેરાવળ રેલ્વે સ્ટેશન ના પોલીસ મથક પર ના આ દ્રશ્યો માં નજરે પડતાં ત્રણેય બાળકો અમદાવાદ ના નરોડા વિસ્તાર ના છે માત્ર આઠ થી દસ વર્ષ ની વય ના આ ત્રણેય ભુલકાઅો ની બાળસહજ ભુલ તેના પરીવાર માટે આફત સમાન સાબીત થઇ હતી… નરોડા વિસ્તાર માં રહેતા પ્રેમસીંગ રાજપુત ના આ ત્રણેય સંતાનો છે જેમાં એક પુત્ર સન્ની ઉ.વ. – ૧૦, અને બન્ને દીકરી સંગીતા ઉ.વ. – ૦૯ અને ખુશ્બુ ઉ.વ. – ૦૮ તા. ૧૨ ના રમતા રમતા ઘરે થી આ કહયા વગર નાશી છુટયા હતા અને બસ અને ટ્રેન મારફતે વેરાવળ રેલ્વે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા.
બાઇટ : પ્રેમસીંગ રાજપુત ( બાળકો ના પીતા )
તા. ૧૨ ના સાજે ૭:૩૦ વાગ્યે અમદાવાદ થી ઇન્ટરસીટી ટ્રેન માં વેરાવળ રેલ્વે સ્ટેશન પર આવી પહોચેલ આ ત્રણેય બાળકો રેલ્વે પોલીસ ની નજરે ચડયા હતાં અને પ્રથમ થી શંકા ના દાયરા માં રહેતા રેલ્વે પોલીસ દ્વારા આ ત્રણેય ની પુછપરછ કરતાં ગોળ ગોળ જવાબ આપી રહેલ. અને સાચી હકીકત પોલીસ થી છુપાવી રહયા હતા.
બાઇટ : કીરણ બેન ચાવડા ( મહીલા પોલીસ – રેલ્વે પોલીસ – વેરાવળ )
રેલ્વે પોલીસ ના મહીલ કર્મી કીરણ બેન ચાવડા ના જણાવ્યા મુજબ આ ત્રણેય બાળકો પોલીસ ને સાચી માહીતી આપી રહયા ન હતાં અને બાળકો હોવાથી તેમની સાથે કોઇ બળ જબરી પણ કરી શકાય તેમ ન હોવાથી પોલીસ માટે આ બાળકો ના પરીવાર ની ભાળ મેળવવી પડકાર સમાન હતી… પરંતુ બાળકો ની સાથે પોલીસે તેમને ગમતી વસ્તુ અને નવા કપડા અને ખાણીપીણી કરાવી બાળકો ને અત્યંત વિશ્વાસ માં કેળવી લેતાં આખરે સંગીતા નામની બાળકી એ મહીલા પોલીસ સમક્ષ સાચી હકીકત વર્ણવી હતી. જે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આપને માન્યા માં ના આવે પણ આ ત્રણેય બાળકો ભગવાન સોમનાથ ની ઉપાસના કરી દીવ્ય શકિત મેળવવા અમદાવાદ થી સોમનાથ ભાગી ને અવ્યા હતા.અને તે પણ પરીવાર ને અંઘારામાં રાખી…
સંગીતા નામની નવ વર્ષ ની બાળકી એ આ ચોંકાવનારી હકીકત નો ખુલાસો કરતાં જણાવેલ કે તે ત્રણેય બાળકો એ રૂદ્રરક્ષક નામની ફીલ્મ નીહાળી હતી જેમાં શીવજી ની ઉપાસના કરવા થી દીવ્ય શકિત મળે છે અને પોતે ઘારે તે હાંસલ કરી શકે છે. જેથી ત્રણેય બાળકો ઘરે થી કીઘા વીના સોમનાથ ખાતે આવી ચડયા હતા.
જો કે સોમનાથ પહોંચે તે પહેલા જ વેરાવળ રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ ના હાથે ચડી ગયા હતા.
બાઇટ : સંગીતા પ્રેમસીંગ રાજપુત ( ઉ.વ. – ૦૯ – નાદાન બાળક )
બાળકો ના પીતા પ્રેમસીંગ રાજપુતે બાળકો ની આ ભુલ થી સમગ્ર પરીવાર ચીંતીત બની ગયો હતો અને પોતાના બાળકો નું અપહરણ થયાની દહેશત થી નરોડા પોલીસ સ્ટેશન માં અપહરણ ની ફરીયાદ પણ નોંઘાવી દીઘી હતી. વેરાવળ રેલ્વે પોલીસ દ્દારા તેમના બાળકો સાથે મીલન કરાવતા પરીવાર ગદગદીત બની ગયો હતો અને બાળકો ના પીતા સહીત ના પરીવારે વેરાવળ રેલ્વે પોલીસ નો આભાર માન્યો હતો.
હાલ તો વેરાવળ રેલ્વે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી ત્રણેય બાળકો ને તેમના પરીવાર ને સોંપ્યા હતા.